વડતાલધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો

By: nationgujarat
08 Apr, 2025

વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં તા.૬ એપ્રિલને રવિવારને રામનવમીના શુભ દિને ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.ભગવાન શ્રી હરિને ૨૪૪ વર્ષ છપૈયામાં જન્મ થયો હતો જેની ઉજવણીના ભાગરૂપે યાત્રાધામ વડતાલ ધામના નિજમંદિર ખાતે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે રાત્રે ૧૦:૦૦ કલાકે પ્રારંભમાં ઠાકોરજીનું પૂજન કર્યું હતું. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીપણ પૂજન વિધિમાં જોડાયા હતા. રાત્રે ૧૦:૧૦ કલાકે હાથી-ઘોડા પાલખી… જય બોલો ઘનશ્યામ કી જયઘોષ સાથે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્યને ભક્તોએ વધાવ્યું હતું. ઠાકોરજીના પારણાને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજશ્રીએ ઠાકોરજીની અવતરણ આરતી ઉતારી હતી. મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ તથા શ્રી વલ્લભસ્વામીએ રેશમ દોરીથી પારણું ઝૂલાવ્યું હતું.
સાથે સાથે વડતાલધામમાં ચાલતા ચૈત્રી સામૈયા અંતર્ગત રાત્રીના સમયે પૂ.પ્રિયદર્શનસ્વામીએ ઘનશ્યામ જન્મોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું.જ્યાં ભક્તો-સંતો-પાઠશાળાના ભૂદેવો ધ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.જયારે વડતાલ બળમંડળના બાળકો ધ્વારા સુંદર ગરબાની રમઝટ બોલાવી હતી. આ સમયે સમગ્ર વડતાલ મંદિર પરિસર છપૈયાધામ બનીજવા પામ્યું હતું.કથાના વક્તા પ્રિયદર્શન સ્વામી પૂ.શ્યામસ્વામી તથા વાપીથી પધારેલ સંતોએ બળપ્રભુ ઘનશ્યામ જન્મોત્સવની આરતી ઉતારી હતી રાત્રે જન્મોત્સવ બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.


Related Posts

Load more