કેવી રીતે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક કરે છે અને તેમા કેટલી સેલેરી મળે છે જાણો

By: nationgujarat
21 Apr, 2025

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા લગભગ બે મહિનાના વિલંબ સાથે 2024-25 માટેના કેન્દ્રીય કરારોની યાદી જાહેર કરવામાં આવી છે. છેલ્લી વખત BCCI એ ફેબ્રુઆરીમાં આ યાદી જાહેર કરી હતી અને હવે એપ્રિલમાં આ યાદી જાહેર કરવામાં આવી છે. બોર્ડે 2023-24 માટે 30 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે, પરંતુ 2024-25 માટે 34 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે, જે 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી અમલમાં છે. BCCI દ્વારા ઘણા સમય પહેલા કુલ ચાર ગ્રેડ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ખેલાડીઓને અલગ અલગ પગાર મળે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે કયા ગ્રેડમાં કેટલા પૈસા આપવામાં આવે છે અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટેના માપદંડ શું છે?

સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં કેટલો પગાર મળે

દર વખતની જેમ આ વખતે પણ BCCI એ A પ્લસ, A, B અને C શ્રેણીમાં ખેલાડીઓને સ્થાન આપ્યું છે. અલગ અલગ શ્રેણીઓમાં અલગ અલગ પૈસા મળે છે. બીસીસીઆઈના એક જૂના રિપોર્ટ મુજબ, એ પ્લસ કેટેગરીના ખેલાડીને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે, જ્યારે એ કેટેગરીના ખેલાડીનો પગાર 5 કરોડ રૂપિયા છે. બી ગ્રેડના ખેલાડીને બોર્ડ તરફથી વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે, જ્યારે સી કેટેગરીના ખેલાડીને 1 કરોડ રૂપિયા મળે છે. આ પગાર મેચ ફી અને અન્ય ભથ્થાઓથી અલગ છે.

સેન્ટ્રલ કોન્ટ્રાકટની કેટેગરી અને પગાર

ગ્રેડ એ પ્લસ – 7 કરોડ રૂપિયા , ગ્રેડ એ – પાંચ કરોડ રૂપિયા, ગ્રેડ બી – 3 કરોડ રૂપિયા, ગ્રેડ સી – એક કરોડ રૂપિયા

ક્રોન્ટ્રાક માટે નિયમ

ખેલાડીઓને BCCI તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કેવી રીતે મળે છે અથવા તેમને આ કોન્ટ્રાક્ટ કેવી રીતે મળે છે? આ એક એવો પ્રશ્ન છે જે દરેકના મનમાં હોય છે, જેનો જવાબ એ છે કે ખેલાડીએ વર્ષમાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ, 8 ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી જોઈએ. આ ચક્ર ૧ ઓક્ટોબરથી શરૂ થાય છે. ઓક્ટોબર પછી જે પણ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. તે તેની લાયકાત માટેના માપદંડો છે. જો કોઈ મુખ્ય ખેલાડી ઘાયલ થાય છે, તો પસંદગીકારો અને કોચની ભલામણ પછી તેને આ કરારમાં સ્થાન મળે છે. ઉદાહરણ તરીકે, શ્રેયસ ઐયરે મેચ રમી છે, પરંતુ ઇશાન કિશનને એક પણ મેચ રમ્યા વિના ફરીથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે.

કયા ગ્રેડમાં કયા ખિલાડીઓ છે.

એ પ્લસ ગ્રેડ – રહોત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરહા, રવિન્દ્ર જાડેજા

એ ગ્રેડ – મોહમ્મદ શિરાજ, કે.એલ.રાહુલ, શુભમીન ગીલ, હાર્દીક પંડયા,શમી,રૂષભ પંત

બી ગ્રેડ – સુર્યકુમાર,કુલદીપ યાદવ, અક્ષર પટેલ,યશસ્વી જયસ્વાલ, શ્રેયેસ અય્યર

સી ગ્રેડ – રિંકુ સિંહ , તિલક વર્મા, ગાયકવાડ,શિવમ દૂબે,રવિ બિશ્નોઇ, સુંદર,મુકેશ કુમાર,સંજુ સેમસન, અર્શદીપ સિંહ,રજત પાટીદાર,સરફરાજ ખાન, નીતીશ રેડી,ઇશાન કિશન, અભિષેક શર્મા, વરૂણ, હર્ષિત રાણા


Related Posts

Load more