T-20 WORLD CUP – માંડ માંડ ભારત જીત્યુ, પહાડ જેવો સ્કોર છતા 7 રને જીત્યુ, આમ જીતશે ફાઇનલ ?

By: Nation Gujarat Team
06 Mar, 2026

ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 253 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શકી હતી. આજની મેચ સંજૂ સેમસને ફરી વિસ્ફોટ ઈનિંગ રમી ફિફ્ટી ફટકારી હતી. જ્યારે મિડલમાં આવેલા હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને તિલક વર્માએ પણ દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તો ઈંગ્લેન્ડ તરફથી જેકોબ બેથેલે વિસ્ફોટક બેટિંગ કરીને 48 બોલમાં આઠ ફોર અને સાત સિક્સ સાથે 105 રન નોંધાવ્યા હતા.


Related Posts

Load more