શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન- ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

By: nationgujarat
06 Jan, 2025

ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ ….

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા – અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ આધ્યાત્મિકતા સભર કાર્યક્રમોથી સંપન્ન થયો.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ દ્વારા ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રચના કરાઈ હતી, જે ડિઝાસ્ટર ટીમનું મેનેજમેન્ટ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી ૨૫ વર્ષથી સફળ સંચાલન દેશ વિદેશમાં કરી રહ્યા છે, સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી અને શ્રી હિતેશ પટેલ પણ ટીમ સાથે કાર્યરત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવાઈ હતી.

આ પ્રસંગે પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સન્માન ઘી યુનાઈટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સર્વ શ્રી બસીરી મહાધી મઘેહેલી, ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસક્યુ ફોર્સ ડોડોમી, ગુડલક ઝેલોથી, ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સ, ઓસવાર્ડ મેવાન જીજીલે, અરૂશા રીજીઓનલ ફાયર ઓફિસર અને રેવો કાટુએ બડંબા, અરૂશા રીજીઓનલ ફાયર માર્શલે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને એપ્રીશિએશન પત્ર મોમેન્ટો આપી સન્માન્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર ટીમ મેનેજમેન્ટ અહીંયા આવી ટ્રેનિંગ આપે છે એ એક સંસ્થાનું ઐતિહાસિક કાર્ય છે. જેથી વિશ્વમાં શાંતિ અને એકતા સ્થપાય, ભાઈચારો જળવાય રહે તે માટેની વિશ્વબંધુત્વની ઉમદા ભાવના પણ રહેલી છે.

ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.


Related Posts

Load more