નંબર પ્લેટ બદલવાનો ચતુર પ્લાન
પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ હાઈવે પાસે બાઈકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવી નંબર બદલી નાખ્યો હતો, જેથી ઓળખ ટાળી શકાય. ઉપરાંત, મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીઓ પાસે પહેલેથી જ વોચ ગોઠવાઈ હતી, જે દર્શાવે છે કે ગુનાની પૂર્વ તૈયારી કરવામાં આવી હતી.