હવે પાકિસ્તાનને યુવા ટીમે ધૂળ ચટાડી, 19 વર્ષનો ખેલાડી બન્યો મેચ નો હીરો.

By: Krunal Bhavsar
14 Dec, 2025

INDU19 vs PAKU19: અંડર-19 એશિયા કપ 2025 દુબઈમાં રમાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય અંડર-19 ટીમ અને પાકિસ્તાન અંડર-19 ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ભારતે આ મેચ જીતી હતી. આઈસીસી એકેડેમી ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ પાકિસ્તાનની ટીમ આ લક્ષ્યનો પીછો પણ કરી શકી ન હતી. આ મેચમાં પાકિસ્તાન ફક્ત 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાએ 90 રનથી મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વરસાદને કારણે ભારતે 49 ઓવરની મેચ માટે ઇનિંગ શરૂ કરી. વૈભવ સૂર્યવંશી પાસેથી પાછલી મેચની જેમ આ મેચમાં પણ મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, પરંતુ તે ફક્ત 5 રન બનાવીને આઉટ થયો.

કેપ્ટન આયુષ મ્હાત્રે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે 25 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એવું લાગતું હતું કે મ્હાત્રે મોટી ઇનિંગ માટે તૈયાર છે, પરંતુ તેની વિકેટ પડી ગઈ. તેણે બીજી વિકેટ માટે એરોન જ્યોર્જ સાથે 49 રનની ભાગીદારી કરી.

એરોન જ્યોર્જ ભારતીય ઇનિંગનો મુખ્ય હીરો તરીકે નો ભાગ હતો. જ્યોર્જે 88 બોલમાં 85 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યોર્જ ઉપરાંત, કનિષ્ક ચૌહાણે પણ 46 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 46 રન બનાવ્યા. ભારતીય ટીમ 46.1 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને 3-3 વિકેટ લીધી. નિકાબ શફીકે 2, જ્યારે અલી રાજા અને અહેમદ હુસૈને 1-1 વિકેટ લીધી.

ભારતીય બોલરોનું અદ્ભુત પ્રદર્શન

આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ભલે પ્રભાવશાળી ન રહી હોય, પરંતુ બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પાકિસ્તાનને ફક્ત 150 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે કિશન કુમાર સિંહે બે વિકેટ લીધી. ખિલન પટેલ અને વૈભવ સૂર્યવંશીએ પણ એક-એક વિકેટ લીધી. અંડર-19 એશિયા કપમાં ભારતનો આ સતત બીજો વિજય છે, અને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.


Related Posts

Load more