IPL: મુંબઈ ઈન્ડિયન્સની 4 વિકેટથી જીત, સનરાઈઝર્સ હૈદરાબાદ હરાવ્યું

By: Krunal Bhavsar
17 Apr, 2025

IPL 2025: આઈપીએલ 2025નો 33મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ આપી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 166 રન બનાવીને જીત હાંસલ કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ

હાર્દિક પંડ્યા 21 રન (9 બોલ), રાયન રિકેલ્ટન 31 રન (23 બોલ), વિલ જેક્સ 36 રન (26 બોલ), સૂર્યકુમાર યાદવ 26 રન (15 બોલ), તિલક વર્મા* 21 બોલ (17 રન), નમન ધીર શૂન્ય રન (3 બોલ), મિચેલ સેન્ટનર* શૂન્ય રન (1 બોલ), રોહિત શર્મા 26 રન (16 બોલ).


Related Posts

Load more