વર્લ્ડ કપ માટે મહિલા ટીમ ઈન્ડિયાની જાહેરાત…હરમનપ્રીત કૌર કેપ્ટન, શેફાલી વર્મા થયા બહાર

By: Krunal Bhavsar
19 Aug, 2025

india Squad for Womens World Cup 2025 : મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે મુંબઈ સ્થિત બીસીસીઆઈ મુખ્યાલયમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની પસંદગી કરવા માટે મહિલા પસંદગી સમિતિની બેઠક મળી હતી. મુખ્ય પસંદગીકાર નીતુ ડેવિડ તેમજ કેપ્ટન હરમનપ્રીત અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેમાં ભાગ લીધો હતો.

વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શેફાલી વર્માની પસંદગી કરવામાં આવી નથી. તેને બહાર રાખવાનો નિર્ણય ખુબ મુશ્કેલ બન્યો છે. તેના અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના રેકોર્ડ વિશે કોઈ શંકા નથી, પરંતુ શેફાલીનું હાલનું ફોર્મ ખરાબ છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ભારત A માટે ત્રણ ODI મેચમાં 52, 4 અને 36 રન બનાવ્યા છે. નીતુ ડેવિડે કહ્યું કે શેફાલી ટીમની યોજનામાં છે, પરંતુ હાલ માટે તેને બહાર બેસવું પડશે.

વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ :

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર) અને સ્નેહ રાણા.

વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ

30 સપ્ટેમ્બર – શ્રીલંકા સામે – બેંગલુરુ
5 ઓક્ટોબર – પાકિસ્તાન સામે – કોલંબો
9 ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા સામે – વિશાખાપટ્ટનમ
12 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા સામે – વિશાખાપટ્ટનમ
19 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ સામે  – ઇન્દોર
23 ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ સામે  – ગુવાહાટી
26 ઓક્ટોબર – બાંગ્લાદેશ સામે – બેંગલુરુ
29 ઓક્ટોબર – પ્રથમ સેમિફાઇનલ
30 ઓક્ટોબર – બીજી સેમિફાઇનલ
2 નવેમ્બર – ફાઇનલ.


Related Posts

Load more