એશિયા કપ ફાઇનલ : ભરતીય બોલરો સામે ધરાશાયી પાકિસ્તાનની બેટિંગ , ભારત નો ભી બેટિંગ માં ધબડકો

By: Krunal Bhavsar
28 Sep, 2025

IND vs PAK Final Asia Cup 2025: એશિયા કપમાં 41 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પોતાની તમામ મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ત્યારે પાકિસ્તાનની ટીમ બે મેચ હારી છે, બંને વખત પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું છે. ટી20 ટૂર્નામેન્ટમાં બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ અગાઉ 2007 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ જીતી હતી. હવે 18 વર્ષ બાદ ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે, ત્યારે આજે એશિયાકપ ની ફાઇનલ મેચ માં પાકિસ્તાન ની બેટિંગ ભારતીય બોલરો સામે ખાસ કરી ને સ્પિનર બોલરો ની સામે પટ્ટા ની માફક ધરાશાયી થતી જોવા મળી. ભારતીય બેટર્સ નો ભી થયો ધબડકો , સૂર્ય અને અભિષેકઃ શર્મા થયા આઉટ, 11 રન માંવિકેટ ઘુમાવી

પાકિસ્તાને ભારતને આપ્યો 147 રનનો ટાર્ગેટ

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 19.1 ઓવરમાં એટલે કે 5 બોલ બાકી રહેતા 10 વિકેટના નુકસાને 146  રન બનાવ્યા છે. પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા સાહિબઝાદા ફરહાન અને સૈમ અયુબને ઓપનિંગ આપી હતી. જેમાં સાહિબઝાદાએ સારું પ્રદર્શન કરતા 57 રન ફટકાર્યા હતા. જોકે ત્યારબાદ ફખર જમાન 46 રન સુધી રમી શક્યો હતો. ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનના બેટર્સ ઘૂંટણિયે થઈ ગયા હતા. પાકિસ્તાનના 3 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. પાકિસ્તાનના 7 ખેલાડીઓ બે અંક પાર કરી શક્યા ન હતા. 12મી ઓવર બાદ એક બાદ એક પાકિસ્તાની ખેલાડીઓ આઉટ થયા ગયા હતા.

પાકિસ્તાનનો સ્કોર 146/10 (19.1 ઓવર) : પાકિસ્તાન ઓલઆઉટ, એમ.નવાઝ 9 બોલમાં 6 રન પર આઉટ.પાકિસ્તાન ની દસમી વિકેટ મહમ્મદ નવાઝ સ્વરૂપે ભારતના મુખ પેસર એવા બુમ બુમ જસપ્રીત બૂમરાહ ને મળી , રિન્કુસિંઘે શાનદાર કેચ પકડ્યો.

ભારતે જીત્યો ટોસ

પાકિસ્તાન સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.

હાર્દિક પંડ્યા ફાઇનલમાંથી બહાર

હાર્દિક પંડ્યા દુબઈના મેદાન પર ટીમ ઇન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા નથી મળ્યો. રિંકુ સિંહ ટીમ સાથે કેચિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે. સૂત્રો સૂચવે છે કે


Related Posts

Load more