Bangladesh-A Beat India-A in Super Over Thriller : મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની સેમિફાઇનલ મેચમાં આજે ભારત-A અનેબાંગ્લાદેશ-A વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજાઈ. બંને ટીમોએ 194 રન બનાવતા સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં બાંગ્લાદેશ-A ટીમનો વિજય થયો.
સુપર ઓવરમાં ભારતીય ટીમ એક પણ રન બનાવવામાં નિષ્ફળ રહી અને બે વિકેટ ગુમાવી. બાંગ્લાદેશને જીત માટે માત્ર એક રનની જરૂર હતી. ભારતીય ટીમમાં જીતેશ શર્મા કેપ્ટન હતો જ્યારે અકબર અલીએ બાંગ્લાદેશની ટીમનું નેતૃત્વ કર્યું.
બીજી તરફ જ્યારે બાંગ્લાદેશની બેટિંગ આવી ત્યારે લક્ષ્ય માત્ર 1 રનનો હતો. એમાં પણ ભારતીય બોલરે વાઈડ બોલ નાંખતા બાંગ્લાદેશનો વિજય થયો હતો. ભારતીય ટીમ પહેલા જ બોલ પર વિકેટ લેવામાં સફળ રહી હતી પરંતુ પછી વાઈડ બોલના કારણે બાંગ્લાદેશ આ મેચ જીત્યું.

નોંધનીય છે કે મેચની શરૂઆતમાં વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે 15 બોલમાં 38 જ્યારે પ્રિયાંશે 23 બોલમાં 44 રન ફટકાર્યા હતા. કેપ્ટન જીતેશ શર્માએ 23 બોલમાં 33, નેહલ વઢેરાએ 29 બોલમાં 32 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે ચાર રનની જરૂર હતી પણ ત્રણ જ રન બનાવી શક્યા અને મેચમાં સુપર ઓવરની જરૂર પડી.
ઓપનીંગ જોરદાર રહી
195 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ વચ્ચે 53 રનની ઓપનિંગ ભાગીદારી સાથે જોરદાર શરૂઆત કરી હતી. વૈભવે આઉટ થયા પહેલા 15 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેણે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા (India A vs Bangladesh A ના Semi Final). નમન ધીર 12 બોલમાં ફક્ત સાત રન બનાવી શક્યો હતો. પ્રિયાંશ 23 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન જીતેશ શર્માએ 23 બોલમાં 33 રન બનાવીને અબુના બોલ પર આઉટ થયો હતો. રમનદીપે 11 બોલમાં 17 રન બનાવ્યા હતા. આશુતોષે 6 બોલમાં 13 રન બનાવ્યા હતા.
ગુર્જપનીત સિંહે બે વિકેટ લીધી
પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે સારી શરૂઆત કરી હતી. રહેમાન સોહાન અને જીશાન આલમે પ્રથમ વિકેટ માટે 43 રન ઉમેર્યા હતા (India A vs Bangladesh A ના Semi Final). આલમ 14 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. અબરાર 13 રન બનાવી અને કેપ્ટન અકબર અલીએ નવ રન બનાવી હતી. અબુ હૈદર રોની અણનમ રહ્યો હતો. ઓપનર રહેમાન સોહાને 46 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મહિદુલ ઇસ્લામ અંકોન માત્ર એક રન બનાવી શક્યો હતો. એસએમ મેહરાબ નમનની એક ઓવરમાં 28 રન બનાવી શક્યો હતો, જેના કારણે બાંગ્લાદેશની ટીમ 194 રન સુધી પહોંચી ગઈ હતી. મેહરાબ 18 બોલમાં 48 રન બનાવી શક્યો હતો. પોતાની ઇનિંગમાં તેણે 6 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યા હતા. યાસિર અલીએ 9 બોલમાં 17 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રહેમાને સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. જો કે, મેહરાબ છેલ્લી ઓવરોમાં તોફાની ઇનિંગ રમ્યો, જેના કારણે બાંગ્લાદેશ 194 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. ભારત તરફથી સ્પીડ બોલર ગુર્જપનીત સિંહે બે વિકેટ લીધી હતી.