IPL: હૈદરાબાદની 8 વિકેટથી જીત, અભિષેક શર્માએ IPL કરિયરની પહેલી સદી ફટકારી, પિતા ભાવુક થયા

By: Krunal Bhavsar
12 Apr, 2025

IPL 2025: આઈપીએલ 2025માં આજે (12 એપ્રિલ) બીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ અય્યર વચ્ચે રમાયો હતો. જેમાં હૈદરાબાદની 8 વિકેટથી ભવ્ય જીત થઈ છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 18.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા.

અભિષેક શર્માની 40 બોલમાં ફટકારી IPL કરિયરની પહેલી સદી

પંજાબ કિંગ્સ સામે મોટા ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનરોએ ધમાકો કરી દીધો. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતા પંજાબના બોલરોને હંફાવ્યા હતા. અભિષેક શર્માએ 41 બોલમાં સદી ફટકારી હતી, જે તેની આઈપીએલ કરિયરની પહેલી સદી છે. આ મેચમાં અભિષેકને બે જીવનદાન મળ્યા હતા. જોકે, બાદમાં તે 55 બોલમાં 141 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા. અભિષેકની સદી પૂરી થતા જ સ્ટેડિયમમાં હાજર તેના પરિવારજનો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.અભિષેક શર્માએ પોતાની પહેલી આઈપીએલ સદી હૈદરાબાદની ઓરેન્જ આર્મીને સમર્પિત કરી દીધી. તેઓ પોતાના ખિસ્સામાં આ લખીને આવ્યા હતા અને સદી પૂરી થતા જ કાગળ બતાવ્યો હતો. આ પેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયું

 


Related Posts

Load more