Abhishek Sharma Kite Flying In Jaipur : ભારતીય ક્રિકેટ ટીમનો બેટર અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીની મેચ પહેલા જયપુર પહોંચ્યો છે. ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા અભિષેક શર્મા ધાબે ચઢ્યો હતો. મેચના એક દિવસ પહેલા રવિવારે (28 ડિસેમ્બર) પિંકસિટી જયપુરના પરકોટમાં શર્માએ પતંગ ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક શર્મા પેચ કાપી બૂમો પાડતો અને ચિક્કીની જયાફત માણતો જોવા મળ્યો હતો.
પતંગ ચગાવવા ધાબે ચઢ્યો અભિષેક શર્મા
અભિષેક તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે પરકોટ સ્થિત બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના ધાબા પરથી પતંગ ઉડાવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પેચ કાપતા અભિષેકે ‘એ કાપ્યો…’ બૂમો પાડીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો છે, અને સોમવારે પંજાબ અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ રમાશે. પતંગ ઉડાવતી વખતે અભિષેકે ચાહકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
અભિષેકે કહ્યું કે, ‘જયુપર આવાનું થાય અને પતંગ ચગાવવાની સિઝન હોય અને પતંગ ન ઉડાવીએ તો પછી શું કામનું.’ તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ મહિનામાં પણ અભિષેક પતંગ ચગાવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
પંજાબી સિંગર કોન્સર્ટમાં પહોંચ્યો અભિષેક
પતંગ ઉડાવતી વખતે અભિષેકે જયપુરના પારંપરિક સ્વાદનો પણ આનંદ માણ્યો. જેમાં લાડુ, તલપાપડી અને ગરમાગરમ પકોડાનો સ્વાદ માણ્યો અને ચાહકો સાથે ફોટા પડાવ્યા હતા. આ પછી સાંજે અભિષેક પંજાબી સિંગર એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સ્ટેજ શેર કર્યું હતું.
There is a reason I always say & emphasize that,
In Punjab, its not Sikh-Hindu that matters, but its being a Punjabi that matters the most !!
These scenes of Sikh AP Dhillion & Hindu Abhishek Sharma promoting Punjabiyat on stage is another example it❤️🔥pic.twitter.com/2iKSjMDoSb
— Gss🇮🇳 (@Gss_Views) December 29, 2025