ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ છે ત્યા ટીમને 5 ટેસ્ટ મેચ અને ટી-20 મેચ રમવાની છે ટીમ ઇન્ડિયામાં આ વખતે રોહિત અને કોહલી નથી આ વખતની ટીમ ઇન્ડિયા યંગ છે અને કેપ્ટન પણ નવો છે. 20 જૂનથી શરૂ થતી પ્રથમ ટેસ્ટ મેટમાં શુભમન ગીલ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સમા તે કેપ્ટન રહ્યો હતો જો કે ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે છે ત્યારે ટીમ ઇન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવે શુભમન ગીલ વિશે કમેન્ટ કરી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ નવા ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલના વર્તનથી પ્રભાવિત દેખાતા હતા. ટીમ ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ દરમિયાન કુલદીપે કહ્યું કે શુભમન ગિલ જાણે છે કે કેવી રીતે નેતૃત્વ કરવું. શુભમન ગિલ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તે ફક્ત 25 વર્ષનો છે. અત્યાર સુધી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો, પરંતુ તે નિવૃત્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં, પસંદગીકારોએ શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપી દીધી છે અને પ્રથમ કાર્યકાળ તેના માટે મુશ્કેલ છે.
બેકનહામમાં રમાઈ રહેલી ઇન્ટ્રા-સ્ક્વોડ મેચના બીજા દિવસ બાદ કુલદીપ યાદવે કહ્યું, “શુભમન જાણે છે કે કેવી રીતે નેતૃત્વ કરવું. તેણે ઘણા કેપ્ટનો સાથે કામ કર્યું છે, ખાસ કરીને રોહિત ભાઈ પાસેથી ધણુ શીખ્યો છે. મેં અત્યાર સુધી જે જોયું છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. તે ટીમનો ઉત્સાહ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. માત્ર ODIમાં જ નહીં, પણ ટેસ્ટમાં પણ. મને ખાતરી છે કે તેણે ઘણું શીખ્યું છે. એક કેપ્ટેન તરીકે, તે ખૂબ જ પ્રેરિત છે. તે જે રીતે વિચારે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે ટીમને ઘણી મદદ કરી છે અને અમને ઉપર ઉઠાવ્યા છે. છેલ્લા 3-4 સીઝનમાં … મેં નેતૃત્વ જૂથમાં સિનિયરોના ગુણો જોયા છે અને મેં શુભમનમાં પણ તે જ ગુણો જોયા છે. તે ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.”
ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર ઇંગ્લેન્ડ મા રમાનારી ટેસ્ટ સિરિઝ પર જીત મેળવવાની છે સૌ કોઇ આશા રાખે છે ગીલ પર મુકેલો વિશ્વાસ સાચો સાબિત થાય અને ટીમને એક નવા કેપ્ટેન સાથે નવી જીતની આશા મળે. ગીલ ની કેપ્ટનશીપની સાચી પરિક્ષા 20 તારીખથી શરૂ થશે તે કેવી રીતે નિર્ણય કરે છે અને ટીમને કેવી રીતે હેન્ડલ કરે છે જો કે ગંભીરે પણ તેને તેની રીતે નિર્ણય કરવાની છુટ આપી છે હવે જોવાનું કે ટીમ ઇન્ડિયા ગીલના નેતૃત્વમા કેટલી મેચ જીતે છે.