શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શેરડીનો શણગાર કરવામાં આવ્યો.

By: nationgujarat
18 Jan, 2025

આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા.
સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ ૨ મણ શેરડી ધરાવવામાં આવી.
સાથે સાથે દાદાને સુખડી નો ભોગ અને જલેબી બુંદી જેવો પ્રસાદ ધરાવવામાં આવ્યો. પરંપરાગત રીતે દાદાને મલિન્દો યજ્ઞ સ્વરૂપે જમાડવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી.
આ શેરડી શણગારના દર્શન આખો દિવસ ચાલુ રહેશે અને સાંજે 07:30 કલાકે આ શણગાર લઈ લેવામાં આવશે અને રવિવારે સવારે 9 કલાકે થી આ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.
આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જ્યાં દર શનિવારે દાદા ને અનોખા શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.


Related Posts

Load more