વાનખેડે સ્ટેડિયમમાં હિટમેનનું નામ ગુંજ્યું, CM ફડણવીસ અને શરદ પવારની હાજરીમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન

By: nationgujarat
16 May, 2025

Rohit Sharma Stand: મહારાષ્ટ્રના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન થયું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP-SCP ચીફ શરદ પવાર ઉપસ્થિત રહ્યા હતા. રોહિત શર્માએ પોતાના માતા-પિતાને સ્ટેજ પર બોલાવીને સ્ટેન્ડનું ઉદ્ધાટન કર્યું.

વાનખેડેમાં રોહિત શર્મા સ્ટેન્ડ

ભારતના વનડે ક્રિકેટ કપ્તાન રોહિત શર્માના નામથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ ખોલવામાં આવ્યું છે. આ સ્ટેન્ડના ઉદ્ધાટન દરમિયાન રોહિત શર્મા પોતાના માતા-પિતા અને પત્ની રિતિકા સજદેહને સ્ટેજ પર બોલાવ્યા. મુખ્યમંત્રી ફડણવીસ અને એનસીપી નેતા શરદ પવારે રોહિતના માતા-પિતાને હાથ લગાવીને રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન કરાવ્યું.


Related Posts

Load more