Rahul Gandhi – રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટ પહોંચ્યા, માનહાનિ કેસનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર થશે

By: Nation Gujarat Team
26 Oct, 2026

ગૃહમંત્રી અમિત શાહ વિશે ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના કેસમાં આજે ચુકાદો જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એક કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા છે. લખનૌથી સુલતાનપુર જતી વખતે તેમના કાફલાના વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા.રાહુલ ગાંધી દિલ્હીથી લખનૌ થઈને સુલતાનપુર કોર્ટ પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે કોર્ટ ટૂંક સમયમાં પોતાનો ચુકાદો જાહેર કરી શકે છે.

લખનૌથી સુલતાનપુર કોર્ટ જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાના વાહનો પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અથડાયા હતા. આ અકસ્માતમાં પાંચ વાહનો અને એક એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના અનેક કાર્યકરો ઘાયલ થયા છે. જોકે, રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score