ટીમ ઇન્ડિયાના બેટર કરૂણ નાયરે કર્યો મોટો ખુલાસો, એક દિગ્ગજ ક્રિકેટર મને કહ્યુ કે તે હવે …

By: nationgujarat
16 Jun, 2025

ભારતીય ટીમમા હમણા જ બે દિગ્ગજ ખિલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ માટે રિટાયર્મેન્ટની જાહેરાત કરી છે, આ બે ખિલાડી છે રોહીત શર્મા અને વિરાટ કોહલી. આ બંને ખિલાડીઓએ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી સૌને ચોકાવ્યા હતા ત્યારે આજે એક સમાચાર કે જેણે ફરી સૌ ક્રિકેટ રસિયાઓને ચૌકાવ્યા છે જી ભારતીય ટીમના ખિલાડી કરૂણ નાયરના એક ખુલાસાથી ક્રિકેટ જગતમા હડકંપ મચ્યો છે. કરૂણ નાયરની 7 વર્ષ પછી ટીમ ઇન્ડિયામા પરત ફર્યો છે. આટલો લાંબો સમય સુઘી સંઘર્ષ કરવો સરળ નથી પરંતુ કરૂણ હિમંત હાર્યો નહી સંઘર્ષ ને હરાવી ટીમમા જગ્યા મેળવી છે. હવે સાત વર્ષ જેટલો સમય ટીમથી દુર રહેતા એક ક્રિકેટરે તેમને સંન્યાસ લેવાની સલાહ આપી હતી આ વાતનો ખુલાસો તેમને ઇંગ્લેન્ડમા કર્યો છે. એક દિગ્ગજ ક્રિકેટર મને કહ્યુ કે તે ટી-20થી સારા એવા રૂપિયા કમાઇ શકે છે.

કરૂણ નાયર 2018મા છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો અને 2022 પછી કર્ણાટકની ટીમમાથી તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. નાયરે દાવો કર્યો છે કે એક ક્રિકેટરે તેને ટેસ્ટની જ્ગ્યાએ ટી-20 લીગ્સ મા ફોકર કરવાની સલાહ આપી હતી પરંતુ તેને ટીમ ઇન્ડિામા પરત આવવા માટે સખત મહેનત કરી છે. જો કે કરૂણે તે નામ જણાવ્યુ નથી કે તે કોણ  હતુ કે જેમણે તેને આ સલાહ આપી હતી

કરૂણ નાયરે ડેલી મેલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે જેનાથી તેના ફેન્સ પણ ચોકી ગયા છે. મે ભારતીય ટીમમા પરત આવવા માટે ખૂબ મહેનત કરી છે.મને મારા પર વિશ્વાસ હતો કે મને એક વખત ફરી ટીમમા જગ્યા મળશે અને આજે હું ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવા મારી પસંદગી કરવામાં આવી છે. 20 જૂનના રોજ શરૂથનારી ટેસ્ટ મેચમા જો તેને સ્થાન મળે છે  તો તે કેવું પ્રદર્શન કરશે તેના પર સૌની નજર છે કારણ કે નાયર એક અનુભવી બેટર છે.


Related Posts

Load more