ચીનમાં પેરાગ્લાઈડર હવાના ચક્રાવાતમાં 28 હજાર ફીટની ઊંચાઈએ ખેંચાઈ ગયો

By: nationgujarat
03 Jun, 2025

નવી દિલ્હી : ચીનમાં એક પંચાવન વર્ષીય પેરાગ્લાઈડર પેન્ગ યુજિયાંગ ક્લાઉડ સક તરીકે ઓળખાતા એક દુર્લભ અપડ્રાફ્ટમાં ઝડપાતા પૃથ્વીથી ૨૭,૮૦૦ ફીટ ઉપર ખેંચાઈ ગયો હતો. ૨૪ મેના રોજ ગાંસુના ઉત્તર પ્રાંતમાં યુજિયાંગ જમીન પર નવા પેરાગ્લાઈડિંગ સાધનનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે વાદળોની રચનાની ઝપેટમાં આવી ગયો. રસપ્રદ બાબત છે કે યુજિયાંગનો એ દિવસે પેરાગ્લાઈડિંગ કરવાનો ઈરાદો નહોતો, તે માત્ર તેના નવા યુનિટ પરીક્ષણ કરતો હતો. ચીનના સોશિયલ મીડિયા  પર અપલોડ થયેલા વીડિયોમાં યુજિયાંગ અત્યંત ઊંચાઈએ હવામાં ઊડતો દેખાઈ રહ્યો છે, તેનો ચહેરો અને શરીર અત્યંત ઓછા તાપમાનને કારણે બરફથી ઢંકાઈ ગયો છે. યુજિયાંગ મોટાભાગે સુરક્ષિત રહ્યો હતો અને માઈનસ ૪૦ ડીગ્રી સેલ્સિયસ જેટલા ઓછા તાપમાનમાં પણ બચી ગયો. આટલી ઊંચાઈએ તાપમાન માઈનસ ૪૦ ડીગ્રી સેલ્સિયસથી પણ ઓછું હોય છે અને સંભવ છે કે યુજિયાંગ ઓક્સિજનના અભાવે બેહોશ થઈ ગયો હોવો જોઈએ.


Related Posts

Load more