New Rule 2025: પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે આ 10 નિયમો, તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર

By: nationgujarat
31 Dec, 2024

Rule Changes from January 1: નવા વર્ષની સાથે પર્સનલ ફાઈનાન્સ અને બેન્કિંગ સંબંધિત અનેક મોટા ફેરફારો થવાના છે. 1 જાન્યુઆરી, 2025થી લાગુ થતાં નવા નિયમોની સીધી અસર રોજિંદા જીવન અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ પર થશે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી માંડી પેન્શન-યુપીઆઈ સેવાઓ સુધીના નિયમોમાં ફેરફારો સામેલ છે.

1. એલપીજી ગેસના ભાવો યથાવત

દરમહિને બદલાતા એલપીજી ગેસના ભાવો જાન્યુઆરી મહિનામાં યથાવત રહેવાની જાહેરાત થઈ છે. આ જાહેરાત સાથે નવા વર્ષના પ્રથમ માસમાં લોકોના બજેટ પર કોઈ વધારાનો બોજો પડશે નહીં. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી ગેસના ભાવો સ્થિર રહ્યા છે. જો કે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી છે.

2. કાર મોંઘી થશે

દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં ઓટોમોબાઈલ કંપનીઓ કારની કિંમતોમાં ફેરફારો કરતી હોય છે. વર્તમાન મોંઘવારી તેમજ કોમ્પોનન્ટ્સના ભાવોમાં વૃદ્ધિના પગલે મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, અને બીએમડબ્લ્યૂ જેવી કારની કિંમતોમાં 3 ટકા સુધી વૃદ્ધિ જોવા મળી છે. જેથી 1 જાન્યુઆરીથી કાર મોંઘી બનશે.

3. રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી જરૂરી

સરકારે રાશન કાર્ડધારકો માટે ઈ-કેવાયસી અનિવાર્ય બનાવ્યું છે. 31 ડિસેમ્બર, 2024 સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરનારા લોકોના રાશન કાર્ડ 1 જાન્યુઆરી, 2025થી રદ થશે.

4. પેન્શન ઉપાડ સરળ બન્યો

ઈપીએફઓએ પેન્શનધારકો માટે સરળ નિયમો બનાવ્યા છે. હવે તે દેશની કોઈપણ બેન્કમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકે છે. જેના માટે વધારાના વેરિફિકેશનની જરૂર પડશે નહીં.

5. ઈપીએફઓ માટે એટીએમ સુવિધા

કેન્દ્ર સરકારે ઈપીએફઓ હેઠળ રજિસ્ટર્ડ ખાતેદારો માટે એટીએમ કાર્ડની સુવિધા શરૂ કરી છે. જેનાથી કર્મચારી પોતાના પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી અને ઝડપથી ઉપાડ કરી શકશે.

6. યુપીઆઈ લિમિટમાં વૃદ્ધિ

UPI 123Pay સર્વિસ હેઠળ ફીચર ફોન યુઝર્સ હવે રૂ. 10000 સુધીની ચૂકવણી કરી શકશે. અગાઉ આ મર્યાદા રૂ. 5000 હતી.

7. ફિક્સ્ડ ડિપોઝિટના નવા નિયમ

આરબીઆઈએ એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને ડિપોઝિટની સુરક્ષા સુનિશ્ચિત કરાશે.

8. વિઝા નિયમોમાં ફેરફાર

અમેરિકા માટે સ્ટુડન્ટ, વર્ક, ટુરિસ્ટ સહિત નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે અરજી કરતાં અરજદારો પોતાની મરજી મુજબ ઈન્ટરવ્યૂ એપોઈન્ટમેન્ટમાં એકવખત કોઈ વધારાના ચાર્જ વિના રિ-શિડ્યુલ કરાવી શકાશે.

9. સેન્સેક્સ અને બેન્કિંગ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની નવી તારીખો


Related Posts

Load more