BAPS – અબુધાબી મંદિરથી પ.પૂશ્રી ઇશ્વરચરણદાસ સ્વામી અને સંતમંડળ દારે સલામ પધાર્યા.

By: nationgujarat
20 Dec, 2024

બીએપીએસ સંસ્થાના વરીષ્ઠ સાધુ પ.પૂ.શ્રી ઇશ્વરચરણદાસ સ્વામી સંત મંડળ પાંચ દિવસ માટે અબુધાબી ખાતે બીએપીએસ મંદિર પધાર્યા હતા.  અબુઘાબી ખાતે પહોંચતા સંતો-હરીભકતોએ ફુલોની હારમાળા સાથે સ્વાગત કર્યુ હતું. પ.પૂ.ઇશ્વરચરણદાસ સ્વામીની પવિત્ર સાધુતાથી પ્રેરાઇ અબુધાબી રાજવી ક્રાઉન પ્રિન્સે તેમને તેમના નિવાસ્થાને પઘારવા આમંત્રીત કર્યા હતા. આમંત્રણને માન આપી રાજવી પરિવારના નિવાસ્થાને પઘારેલા પૂજય ઇશ્વરચણદાસ સ્વામીને મહામહીમ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદે અલ નહ્યાને ભાવથી આવકાર્યા હતા. મંદિરનો મહિમા વર્ણાવતા તેમણે કહ્યુ હતું કે, આ મંદિરની ગાથા સમગ્ર વિશ્વને પ્રેરણા આપી શકે તેવી છે. આવુ ભવ્ય મંદિર આમારા દેશમા કર્યુ છે તે બદલ આપસૌનો આભાર.

દુબઇ મંદિર ખાતે પધારી સ્વામીશ્રીએ કલાત્મક હિન્દુ મંદિર ના પ્રત્યેક વિભાગનું ખૂબ બારીકીથી નીરીક્ષણ કર્યુ હતું. મંદિરની સ્થાપત્ય-કલા કોતરણી અને તેના વિવિધ પ્રકલપો નીરખી તેવો ખૂબ પ્રસન્ન થયા હતા. તેમણે મંદિરની દિવ્યતા-ભવ્યતાની પ્રસંશા કરતા કહ્યું કે, આ મંદિર ખૂબ જ ભવ્ય છે. અંહી થયેલ કામ ખૂબ જ અદભૂત છે. અંહીના વિભાગીય વડાઓ સાથે ચર્ચા કરીને મંદિરના આગળના કાર્યમાટે અનુભવલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. અંહી સેવા આપી રહેલા સ્વયંસેવકો,સંતો તેમજ વ્યવસ્થાપકોની સેવાઓને તેમણે બિરદાવી હતી. મંદિર ખાતે યોજાયેલ રવિસભામાં તેમણે પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુહરી મહંતસ્વામી મહારાજના ,યોગી મહારાજનીની વાતો અને સ્મરણોને તાજા કરાવ્યા હતા. અબુધાબી મંદિર લાભ આપી સ્વામી અને સંતમંડળ સાથે દારે સલામ પધાર્યા હતા.


Related Posts

Load more