મોરબીમાં મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે દરમિયાન મહંત સ્વામી મહારાજની પાવન હાજરીમાં ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં કરવામાં આવી હતી છે. આ ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા.જ્યારે સાંજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિવિધ મંત્રીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે અને મહોત્સવની શોભા વધારશે.
ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું મોરબી આ નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને કારણે સ્થાનિક હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મચ્છુ કાંઠે વહેલી દિવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર મોરબી ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
ગઇકાલે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં પ્રતિષ્ઠા પામનારી તમામ મૂર્તિઓને આકર્ષક ફ્લોટ્સમાં બિરાજમાન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેનું સિરામિક એસોસિએશન, વિવિધ સંગઠનો અને જ્ઞાતિ સમાજો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે મહંતસ્વામી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરીને હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.ગર્ભગૃહમાં દેવ-દેવતાઓની સ્થાપના કરાઈ આ ભવ્ય મહોત્સવ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ પૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે.