યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર તેમના નિવેદનને કારણે મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે, હાલમાંજ તેમણે અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત વિષે ટિપ્પણી કરી હતી અને હવે કંગના અને બાબા વચ્ચે બયાનબાજીનો દોર ચાલી રહ્યો છે. બાબા રામદેવે કંગનાના ગટર છાપ અને તેની જવાનીમાં તેને કયા કામો કર્યા છે તે વાળા નિવેદન પર ટિપ્પણી કરી કંગના સામે રોષ વ્યકત કર્યો હતો હવે બાબાના નિવેદન પર કંગનાએ પણ જવાબ આપ્યો છે.કંગના રનૌતે બાબાને કહ્યુ છે કે તમે મારી જવાની કે બેડરૂમ અંગેના સપનાઓ જોવાનું બંધ કરો. બાબા રામદેવજીએ કંગનાના ગટર છાપ વાળા નિવેદનમાં ગુસ્સે થઇને હતું કે, મારે કંગનાની જવાનીમાં તેને કેવા કાંડો કર્યા છે તે અંગે નથી કહેવું
કંગના રનૌતે બાબા રામદવેને સો.મીડિયામાં પોસ્ટ કરીને જવાબ આપ્યો છે અને કહ્યુ છે કે બાબાજી મારી જવાની અને બેડરૂમાના દિવસે સપના ન જોવો. ફકત અફવાઓ અને લોકોએ કહેલી વાતો પર ધ્યાન ન આપવું જોઇએ. મને ક્યારેય સુપ્રિમ કોર્ટ માંથી ખોટા અને બેબનિયાદ મેડિકલ અસરને કારણે લોકોનું તો નથી સાંભળવું પડ્યું. તેમના કારનામાં તથ્યો પર આધાર રાખે છે ન તો કોઇના મુખે ચર્ચાયેલી વાતો પર. બાબા રામદેવ પોતાનું કેરેટર જોવે મારા કેરેકટર પર સવાલ ઉભા ન કરે, તમારા કરતા તો મારી છાપ ઘણી સારી છે. તમને જણાવી દઇએ કે બાબા રામદવે કંગના રનૌત પર એક ખાનગી ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યુમાં ગટર છાપ મુદ્દે નિવેદન આપ્યુ હતું.
રામદવે કહ્યુ હતું કે કોઇ પણ ઝેન જીને ગટર છાપ કે બગડેલા હોય તેમ કહેવું યોગ્ય નથી. કંગનાના નિવદેન મામલે ભાજપાએ સંજ્ઞાન લેવું જોઇએ. જો તે મારા યોગના વખાણ કરે તો શું હું તેના ગુનાહઓ ઠાકી દઉ. યુવાનો દેશની તાકાત છે, કંગનાનું નિવેદન દેશને સ્વીકારવા યોગ્ય નથી. યુવાનો તેમના હક્ક માટે કોઇનો હાથો ન બની શકે. યુવાનો આજે દેશનું ભાવી અને વર્તમાનને લીડ કરી રહ્યા છે.
જંતર મંતર પર યુવાનોએ આંદોલન કર્યુ હતું, ત્યારે કંગના રનૌતે નિવેદન કર્યુ હતું. જુલાઇ મહિનામાં કંગનાનું નિવેદન સૌ.મીડિયામાં પણ ખૂબ વાયરલ થયુ હતું. કંગનાને તેમના નિવેદન બાદ વિપક્ષી રાજકીય પાર્ટીઓ દ્વારા પણ વિરોધ કરવો પડયો હતો. વિવાદ વકરતા કંગના રનૌતે સફાઇ આપવી પડી હતી.