હું ઘણું બધું કરું છું, અને ક્યારેય કોઈ પણ વસ્તુનો શ્રેય લેતો નથી – ડોનાલ્ડ ટ્રમ્પ

By: nationgujarat
15 Jun, 2025

વિશ્વમા હાલના સમયમા કોઇને કોઇ દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ નું સંકટ ઘેરાયેલુ છે રશિયા-યુક્રેન ની વાત હોય કે ભારત-પાકિસ્તાનની અને હવે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી, અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે. આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને ઈરાનને શાંતિ માટે કરાર કરવા અપીલ કરી છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે બંને કટ્ટર દુશ્મનો “સમાધાન કરશે.”

ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી, અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે. આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાનને શાંતિ માટે કરાર કરવા અપીલ કરી છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે બે કટ્ટર દુશ્મનો “સમાધાન કરશે.”

ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે તાજેતરમાં જ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે અને સર્બિયા અને કોસોવો વચ્ચે ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવા માટે સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું, “એ જ રીતે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે! હવે ઘણા કોલ અને મીટિંગો થઈ રહી છે.”

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “હું ઘણું બધું કરું છું, અને ક્યારેય કોઈ પણ વસ્તુનો શ્રેય લેતો નથી, પણ એ ઠીક છે, લોકો સમજે છે. આપણે મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવીશું.” ટ્રમ્પની અપીલ એવા સમયે આવી છે જ્યારે પરમાણુ કરાર પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો રદ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો આજે, રવિવારે થવાની હતી.


Related Posts

Load more