Breaking News

ઈરાનમાં સરકારી ચેનલ પર ઈઝરાયલની સ્ટ્રાઈક, લાઈવ ન્યૂઝ દરમિયાન જ હુમલો, જુઓ VIDEO

By: Krunal Bhavsar
16 Jun, 2025

ran-Israel War : ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં તાજેતરમાં ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ મુજબ ઈઝરાયેલની મિસાઈલ સીધી જ ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ’ (Islamic Republic of Iran Broadcasting)ની બિલ્ડિંગ પર પડી છે, જેના કારણે લાઈવ સમાચાર કરી રહેલી એન્કરે ભાગવું પડ્યું છે.

હુમલો થતા LIVEમાં બેઠેલી એન્કર સીટ છોડીને ભાગી

ઈઝરાયલ ઈરાન પર સતત હુમલો કરી રહ્યા છે, તેણે તાજેતરમાં જ ઈરાનની સરકારી ચેનલની બિલ્ડિંગ પર હુમલો કર્યો છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક એન્કર ઓન-એર લાઈવ સમાચાર બુલેટિન કરી રહી હોય છે, ત્યારે ચેનલની બિલ્ડિંગ પર અચાનક હુમલો થતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન એન્કર તુરંત સીટ છોડીને ભાગતી જોવા મળી રહી છે.

ભયાનક હુમલાથી આખો સ્ટૂડિયો હલી ગયો

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ઈઝરાયેલે મિસાઈલ હુમલો કર્યો ત્યારે સમાચાર ચેનલની ન્યૂઝ એન્કર સહાર ઈમામી લાઈલ બુલેટિન કરી રહી હતી. આ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો અને સ્ટુડિયોની લાઈટ બંધ-ચાલુ થવા લાગી. હુમલો થતા જ પ્રસાર અટકી ગયું હતું અને સ્ક્રીન બ્લેક થઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આખો સ્ટૂડિયો હલી ગયો હતો.


Related Posts

Load more