૨૮ એપ્રિલ,૨૦૨૫,સોમવાર
પહલગામના આંતકી હુમલાના ભારત જ નહી સમગ્ર વિશ્વમાં ઉંડા પ્રત્યાઘાત પડયા છે. જો કે પશ્ચિમી મીડિયામાં જે રીતે રિપોર્ટિગ થઇ રહયું છે અને શબ્દો વપરાઇ રહયા છે તેના ચર્ચા અને વિવાદ ચાલી રહયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વોશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્જીયન, રોયટર્સ અને એસોસિએટેડ પ્રેસ દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાનોએ હુમલાખોરોને મિલિટેંટ ગણાવ્યા છે જેના પર ભારતે નારાજગી દર્શાવી છે ખાસ કરીને બીબીસી ઇન્ડિયાને આ અંગે પત્ર પણ મોકલાયો છે. અમેરિકી સદનની વિદેશી બાબતોની સમિતિએ ન્યૂયોર્ક ટાઇમ્સની શબ્દાવલી ગનમેન અને મિલિટેંટ અંગે વાંધો ઉઠાવતા સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો.
નિષ્ણાંતોનું માનવું છે કે મિલિટેન્ટ એક વ્યાપક શબ્દ છે જે કોઇ પણ પ્રકારની હિંસાત્મક ગતિવિધિઓનું સમર્થન કરવાવાળી વ્યકિત માટે પ્રયોગ કરે છે. તેનો ઉદ્દેશ આંતક ફેલાવવાનો અને વિરોધ દબાવવાનો હોય છે. ટેરરિસ્ટ અને મિલિટેન્ટ અને રેડિકલ સમાનાર્થી નહી તેને એક બીજાના સ્થાને ઉપયોગ કરી શકાય નહી. એનસાઇકલોપીડિયા બ્રિટાનિકા અનુસાર ટેરરિઝમનો અર્થ જનતામાં ભય પેદા કરવા માટે આક્રમક હિંસાનો ઉપયોગ કરવો જેથી કરીને કોઇ રાજકિય ઉદ્દેશની પૂર્તિ થઇ શકે. અમેરિકી એફબીઆઇની પરિભાષા મુજબ ટેરરિઝમએ હિંસાત્મક અપરાધ છે રાજકિય,ધાર્મિક, સામાજિક ,નસ્લીય અને પર્યાવરણીય ઉદ્દેશોની પૂર્તિ માટે કરવામાં આવે છે.