ઓસ્ટ્રલિયા સામે પહેલા બેટીગં કરવા આવેલ શર્મા અને ગીલની ધમાકેદાર બેટીગ જોવા મળી છે જો કે ઓસ્ટ્રલિયાના ફિલ્ડરોએ શર્માના બે કેચ છોડી જીવતદાન આપ્યુ છે. બંને બેટરોએ સ્કોર 50 રન ને પાર કર્યો છે બંને બેટરોએ શરૂઆતથી જ ઓસ્ટ્રલિયાના બોલરો સામે આક્રમકતા દાખવી છે. સ્કોર 5 ઓવરમાં શર્મા 23 રન અને ગીલ 29 રન ક્યા છે હાલ મેચ લાઇટને કારણે બંઘ કરવામાં આવી છે આ મેચમા સ્કોર કર્યા પછી શર્મા સૌથી ફાસ્ટ એક હજાર રન કરનાર ખિલાડી બન્યો છે 28 ઇનીગમાં શર્માએ 1000 રન કર્યા છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયા તેમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે ટીમ ઇન્ડિયાએ એક ફેરફાર કરીને તિલક વર્માને બદલે રિંકુ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે અને આ અંતિમ મેચ જીતીને શ્રેણી 3-1થી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. ભારતે T20 શ્રેણીની ચોથી મેચ એકતરફી 48 રનથી જીતી હતી, જેમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે બેટ અને બોલ બંનેથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા આ ટીમ ઇન્ડિયાની વિદેશી ધરતી પર છેલ્લી T20 મેચ પણ હશે. આ પછી, ભારતીય ટીમ ઘરે બે વધુ T20 શ્રેણી રમશે.