IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC

By: nationgujarat
25 Sep, 2025

India Squad For WI Test Series: આગામી મહિને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ યોજાશે. પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા છે: જેમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવાયો છે, દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે અને કરુણ નાયરને બહાર કરવામાં આવ્યો છે, જેનું ઇંગ્લેન્ડ પ્રવાસમાં પ્રદર્શન નબળું રહ્યું હતું. અક્ષર પટેલની વાપસીની શક્યતા છે, જ્યારે નીતિશ રેડ્ડીના સમાવેશ અંગે અનિશ્ચિતતા છે.

શ્રેયસ ઐયર પીઠની ઈજાને કારણે ટેસ્ટ ક્રિકેટથી 6 મહિના દૂર

શ્રેયસ ઐયરે સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરને જણાવ્યું છે કે પીઠની જકડનને કારણે તે હાલમાં રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટ રમી શકશે નહીં. આ કારણોસર, તેણે 6 મહિના માટે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે 30 ઓક્ટોબરથી શરૂ થતી ઇન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની 3 મેચની સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.


Related Posts

Load more