Related Posts
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આજે ચોથા દિવસનો ખેલ પુરો થયો છે.ચોથા દિવસનો ખેલ પુરો થતા ભારતે 1 વિકેટે 63 રન કર્યા છે. ભારત જીત માટે હવે 58 રન દુર છે. સાંઇ સુરદર્શન 30 અને રાહુલ 25 રન બનાવી નોટ આઉટ છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમે ભારતને જીત માટે 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે તેની બીજી ઇનીગમાં 390 રન કર્યા હતા. ભારતે પહેલી રમત 590 રન પર ડિક કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ પહેલી ઇનીગમાં 248 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતને પહેલી રમતના આઘારે 270 રનની લીડ મળી હતી જેના કારણે વેસ્ટ ઇન્ડિઝને ફોલઓન કર્યુ હતું.
અમદાવાદની મેચમાં ટીમ ઇન્ડિયાને 140 રનથી જીત મળી હતી. શુભમન ગીલના નેતૃત્વમાં ટીમ સિરિઝમાં 1-0 થી આગળ છે. આવતીકાલે ભારત મેચ જીતી જશે તે નિશ્ચિત છે.