IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો શુક્રવાર (20 જૂન)થી શરૂ થયો. આ મુકાબલામાં ભારતીય ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરી રહી છે. જેમાં ભારતીય ટીમ તરફથી સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. જો કે તે શૂન્ય પર આઉટ થયો. બીજી તરફ યશસ્વી જયસ્વાલે બેટથી રનોનો વરસાદ કરી દીધો છે. તેણે ધમાકેદાર સદી ફટકારી છે.
યશસ્વી જયસ્વાલની સદી
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી 153 બોલમાં 100 રન ફટાકર્યા છે. જેમાં 1 સિક્સર અને 16 ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ 5મી સદી રહી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.
યશસ્વી જયસ્વાલે આ સદીની સાથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. આ લીડ્સ મેદાન પર સદી લગાવનારા ભારતના પહેલા ઓપનર બની ગયા છે. આ અગાઉ કોઈપણ ભારતીય ઓપનર આ કારનામું નથી કરી શક્યો. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ માત્ર 20મી મેચ જ છે અને તેઓ અત્યાર સુધી 5 સદી ફટકારી ચૂક્યા છે. જેમાં 3 સદી તેમણે ભારતની બહાર લગાવી છે.
ડેબ્યૂ ઈનિંગમાં માત્ર 4 બોલ રમી શક્યો સાઈ સુદર્શન, શૂન્ય પર આઉટ
સુદર્શનને ટેસ્ટ કેપ ચેતેશ્વર પુજારાએ સોંપી. સુદર્શન ભારત તરફથી ટેસ્ટ રમનારા 317માં ખેલાડી છે. જોકે, 23 વર્ષીય સાઇ સુદર્શન પોતાની ડેબ્યૂ ઇનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. સાઇએ માત્ર 4 બોલ રમ્યા અને શૂન્ય પર આઉટ થયો. સુદર્શને લેગ-સ્ટમ્પના બોલ પર ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટનું ટાઈમિંગ બરાબર ન રહ્યું અને બોલ સાઈડમાંથી પસાર સ્મિથની જમણી તરફ ગઈ, જ્યાં તેમણે કેચ પકડી લીધો.