ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતે 6 વિકેટ ગુમાવીને 320 રનથી વધુ રન બનાવ્યા છે. યશસ્વી અને આકાશદીપે પ્રથમ સત્ર દરમિયાન સદીની ભાગીદારી નોંધાવી હતી. જેમી ઓવરટને આકાશદીપને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આકાશદીપ 94 બોલમાં 66 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી થઈ હતી. લંચ બ્રેક પછી, કેપ્ટન શુભમન ગિલ 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. તેને એટકિન્સન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. કરુણ નાયર 32 બોલમાં ફક્ત 17 રન બનાવી શક્યો હતો. યશસ્વી જયસ્વાલ 164 બોલમાં 118 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજ અને પ્રસિદ્ધની શાનદાર બોલિંગને કારણે, ભારતે પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને 247 રન પર રોકી દીધું હતું અને પછી યશસ્વી જયસ્વાલની મજબૂત સદીને કારણે બીજા ઇનિંગમાં 300 રનથી વધુની લીડ મેળવી . રવિન્દ્ર જાડેજા અને સુંદર ક્રીઝ પર હાજર છે.
બીજી બેટીગમા જયસ્વાલે સૌથી વધુ 118 રન કર્યા, આકાશ દિપ પછી કોઇ પણ બેટર 40 રન કરી નથી શક્યો જાડેજા 38 રન કરી અણનમ છે સુંદર 5 રન પર રમી રહ્યો છે.
Fall of wickets: 1-46 (KL Rahul, 9.5 ov), 2-70 (Sai Sudharsan, 17.2 ov), 3-177 (Akash Deep, 42.1 ov), 4-189 (Shubman Gill, 44.1 ov), 5-229 (Karun Nair, 54.3 ov), 6-273 (Yashasvi Jaiswal, 64.2 ov), 7-323 (Dhruv Jurel, 76.2 ov) • DRS