ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે 5 મેચમોની ટી -20 સિરિઝની ચોથી મેચ આજે રમાઇ રહી છે. આજે ઓસ્ટ્રલિયાના કેપ્ટને ટોસ જીત પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારત પ્રથમ બેટીંગ કરવા આવ્યુ હતું. ભારત માટે પાવર પ્લે સફળ રહ્યો વિકેટ ગુમાવ્યા વગર 49 રન કર્યા હતા જો કે મેચની શરૂઆતમાં અભિષેત શર્માનો કેચ ડ્રોપ થયો હતો તેનો ફાયદો ટીમને મળ્યો નહી અભિષેક શર્મા 28 રન અને દુબે 22 રન કરી આઉટ થયા હતા. શુભમન ગીલે 46 રન કર્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રલિયાએ ચાર બદલાવ કર્યા હતા. એડમ જમ્પા,મેકસવેલ,ફિલિપનો સમાવેશ કરવામાં આવ્યો. ભારતીય ટીમે ટીમમાં કોઇ બદલાવ નથી કર્યો. 3 મેચમા સિરિઝ 1-1 થી બરાબરી પર છે આ મેચ જીતી ભારત સિરિઝમાં આગળ રહેવા માંગશે. ભારતે 168 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારત તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલે ઇનિંગની શરૂઆત કરી. મેચની પહેલી જ ઓવરમાં, ઝેવિયર બાર્ટલેટે બેન દ્વારશુઇસના બોલ પર અભિષેક શર્માને આઉટ કર્યો. ત્યારબાદ અભિષેક 26 રન બનાવીને આગળ વધ્યો, પરંતુ સાતમી ઓવરમાં એડમ ઝામ્પાએ તેને આઉટ કર્યો. 10 ઓવર પછી, ભારતનો સ્કોર 75-1 હતો. ભારતને 12મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે 22 રન બનાવીને આઉટ થયો. ત્યારે ભારતનો સ્કોર 88 હતો. દુબેએ તેની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. ભારતને 15મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે શુભમન ગિલ 46 રન બનાવીને આઉટ થયો. ભારતને 16મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન સૂર્યા 20 રન બનાવીને આઉટ થયો. તિલક વર્મા 17મી ઓવરમાં 5 રન બનાવીને આઉટ થયો. જીતેશે પણ 3 રન બનાવીને તેમનું અનુકરણ કર્યું. ભારતને ૧૯મી ઓવરમાં સાતમો ઝટકો લાગ્યો જ્યારે સુંદર ૧૨ રન બનાવીને આઉટ થયો. અર્શદીપે પણ છેલ્લી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી.