ટેસ્ટ ક્રિકેટનુ નામ પડે એટલે સૌ કોઇ પાંચ દિવસની મેચ છે તેમ માને છે પરંતુ હવે ટેસ્ટ ક્રિકેટમા પરિવર્તન આવી શકે છે. ટેસ્ટ ક્રિકેટમા આઇસીસી નવા નિયમ લાવી શકે છે. હાલમાજ ટેસ્ટ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. આઇસીસી હવે નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટ મેચ ને મંજુરી આપવા તૈયાર છે. ભારત,ઓસ્ટ્રલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમો પાંચ દિવસની ટેસ્ટ મેચ રમશે તેવો એક રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે. એક દિવસ ટેસ્ટ મેચમાથી ઓછા કરવાથી નાના દેશોની ટીમને ફાયદો થશે તેમ આઇસીસી માની રહી છે.
ધ ગાર્ડીયન સમાચાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગત દિવસોમા લોર્ડસમા રમાયેલ ડબલ્યુ ટીસીની ફાઇનલ મેચમા આઇસીસીના અધ્યક્ષ જય શાહે 2027-29ના ડબલ્યુટીસી માટે ચાર દિવસીય ટેસ્ટ મેચ રમાવવા પર સહમતી દર્શાવી છે. વધુમાં જણાવાયુ છે કે ભારત,ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રલીયા જેવી ટીમો જે એશિજ,બોર્ડર ગાવસ્કર ટ્રોફી જેવી મોટી સિરિઝમા પાંચ દિવસની ટેસ્ટ મેચ રમશે.હાલ એંડરસન અને તેડુલકર ટ્રોફી શુક્રવારથી ઇંગ્લેન્ડમા રમાશે.
ICC એ સૌપ્રથમ 2017 માં દ્વિપક્ષીય મેચો માટે ચાર દિવસીય ટેસ્ટ મેચોને મંજૂરી આપી હતી. 2019 અને 2023 માં આયર્લેન્ડ સામે ચાર દિવસીય ટેસ્ટ મેચ બાદ, ઇંગ્લેન્ડે ગયા મહિને ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વે સામે ચાર દિવસીય ટેસ્ટ રમી હતી.મળતા સમાચાર પ્રમાણે કેટલાક નાના દેશો 5 દિવસ ટેસ્ટ મેચ રમાવવાના કારણે આયોજન કરવામાં રસ ઘરાવતા નથી પરંતુ ચાર દિવસ ની મેચ રાખવામાં આવશે તો તે લોકો પણ રસ બતાવશે. 4 દિવસની મેચનુ આયોજન થાય તો તેમા એક દિવસની ઓવરમા 90 ઓવરની જગ્યાએ 98 ઓવર પ્રતિ દિવસ રાખવામાં આવશે. 2025-27ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પાંચ દિવસના સમય પ્રમાણે જ રમાશે આ આયોજન ભવિષ્યને લઇને છે તેથી જોવાનું એ કે ચાર દિવસ ની ટેસ્ટ મેચ રમવાના નિર્ણયથી નવી ટીમનો કેટલો સહકાર મળે છે અને ક્રિકેટ પ્રેમીઓ તેને કેટલુ અપનાવે છે.