કુમકુમ મંદિર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ૧૦૪ જયંતી નિમિત્તે પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી

By: nationgujarat
15 Oct, 2025

તા. ૧૫ ઓક્ટોબરને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રગટ થયે ૧૦૪ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સંતોએ સહુ કુમકુમ મંદિરના સત્સંગીઓના સુખાકારી માટે પ્રાર્થના કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.

ભારત, યુરોપ, અમેરીકા,કેનેડા,દુબઈ આદિ દેશોમાં વસતા કુમકુમ મંદિરના સત્સંગીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સ્વામીજીના આશીર્વાદ ઉતરે તે માટે સ્વામિનારાયણ મહામંત્રની માળાઓ ફેરવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૦ વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યાં અને ૮૦ વર્ષ સાધુ જીવન જીવ્યા છે. તેઓ જીંદગીભર આખો દિવસ સ્વામિનારાયણ મહામંત્રની માળા ફેરવતા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૯૬ વર્ષની ઉંમરે જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર શ્રી અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર નામનો ૧૨૦૦થી વધુ પેજના અદ્ભૂત ગ્રંથની પણ રચના કરી છે. આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મ્ય તથા અનાદિમુકતની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. તેઓએ અનેક શાસ્ત્રોની રચના કરીને સંપ્રદાયને ભેટ આપી છે.


Related Posts

Load more