અમદાવાદ – ઓરિએન્ટ ક્લબની બબાલ, પોલીસને હપ્તા પહોંચે છે, મોડી આવ્યાનો મહિલાનો ગંભીર આક્ષેપ

By: nationgujarat
06 Aug, 2025

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબમાં સભ્યપદ રદ કરવાના વિવાદ બાદ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઝઘડામાં હથિયારો સાથે તોડફોડ અને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્લબના મેનેજમેન્ટે ભૂપેન્દ્ર શાહ અને તેમના પરિવારનું સભ્યપદ રદ કર્યા પછી આ ઝઘડો થયો હતો. મેમ્બરશીપ રદ થવાથી ક્લબના સભ્ય ભદ્રેશ શાહ અને અન્ય સમિતિના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. ભદ્રેશ શાહે કથિત રીતે 10 થી 15 બહારના લોકોને બોલાવ્યા હતા, જેમણે ક્લબ પરિસરમાં ધસી આવ્યા હતા, ત્યારે મામલો વધુ વણસ્યો હતો.

સોશિયલ મીડિયામાં ઘટનાનો એખ વિડિયો વાયરલ થઇ રહ્યો છે તેમા મહિલાએ અમદાવાદ એલિસબ્રીજ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યુ છે કે પોલીસ ઘટનાની જાણ પછી 2 કલાક મોડી આવી પોલીસ ,પોલીસની સામે જ અમારી સાથે મારામારી ચાલુ રાખી પોલીસ ફુલ ભ્રષ્ટાચાર કરે છે. આોપીઓ પોલીસ સ્ટેશનમાં એસી રૂમમા બેઠા કોલ્ડ્રીક પીતા હતા અને હસી મજાક કરતા હતા. મહિલાના વિડિયોમા  પોલીસ પર આક્ષેપ કર્યા છે તે ગંભીર છે.

જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે, ક્લબમાં ઘૂસેલા માણસો તલવારો અને લાકડીઓથી સજ્જ હોવાનું કહેવાય છે અને મોટાપાયે તોડફોડ થઈ હતી. રેસ્ટોરન્ટ વિસ્તારમાં પ્લેટો તોડી નાખવામાં આવી હતી, ફર્નિચરને નુકસાન થયું હતું અને સમિતિના એક સભ્ય પાસેથી ચેઈન, કાંડા ઘડિયાળ અને પાકીટ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ક્લબના કેટલાક સભ્યો ઈજાગ્રસ્ત 

ક્લબના સભ્ય અજિત પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન સમિતિના સભ્ય દિવ્યાંગ શાહને કથિત રીતે ખૂબ માર મારવામાં આવ્યો હતો. તેઓ તેમને બહારથી ક્લબમાં ખેંચી ગયા અને તેમના પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું.  જ્યારે ક્લબના સેક્રેટરી પર પહેલા માળે હુમલો કરવામાં આવ્યો હતો અને નીચે ખેંચી લેવામાં આવ્યો હતો, જ્યાં તેમના પર વધુ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.


Related Posts

Load more