‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’ જેવો જાદૂ છવાશે, Aamir Khan અને Rajkumar Hirani સાથે બનાવશે ફિલ્મ

By: Krunal Bhavsar
13 May, 2025

Mumbai: બોલિવૂડની 2 જબરદસ્ત બ્લોકબસ્ટર્સ એટલે ‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’. આ બંને ફિલ્મો જેવો જાદૂ ફરીથી છવાશે કારણ કે, આમિર ખાન (Aamir Khan) અને રાજકુમાર હિરાની (Rajkumar Hirani) કોમ્બિનેશન ફરીથી ફિલ્મ બનાવશે. આ અપકમિંગ પ્રોજેક્ટને લઈને માત્ર ફેન્સ જ નહિ પરંતુ બોલિવૂડ ક્રિટિક અને એકસપર્ટ પણ ઉત્સાહી છે. તેમના મત અનુસાર આ હિટ જોડી વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મથી દર્શકોનું મનોજરંજન કરશે.

હિટ કોમ્બિનેશન રિપીટ થશે

‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે‘ પછી, આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જોડી ફરી એકવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ‘3 ઈડિયટ્સ’ (3 Idiots) વર્ષ 2009 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બ્લોકબસ્ટર રહેવા ઉપરાંત ઘણા રેકોર્ડસ પણ બનાવ્યા હતા. પાંચ વર્ષ પછી 2014માં આ જોડી ‘પીકે’ (PK) લઈને આવી. આ ફિલ્મે ‘3 ઈડિયટ્સ’થી પણ વધુ સફળતા મેળવી. આ બંને ફિલ્મોમાં Aamir Khan અને રાજકુમાર હિરાનીનું બેસ્ટ કોમ્બિનેશન કારગત રહ્યું હતું. હવે દર્શકો આ કોમ્બિનેશન રિપીટ થાય તેમ ઈચ્છે છે. દર્શકોની આ ઈચ્છા ફળી છે. વર્ષ 2026માં રાજકુમાર હિરાની આમિર ખાન સાથે એક ફિલ્મની શરુઆત કરવાના છે. આ સમાચારથી જ દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે.

3માંથી 1 સબ્જેક્ટ થયો ફાયનલ

Rajkumar Hirani પોતાની આગામી ફિલ્મ માટે 3 વિષયો પર કામ કરી રહ્યા હતા. તેમણે 3માંથી 1 વિષય ફાયનલ કર્યો છે. Rajkumar Hirani એ આ વિષય Aamir Khan ને સંભળાવ્યો છે. આમિરને વિષય પસંદ આવ્યો છે અને ફિલ્મ માટે હામી પણ ભરી છે. રાજકુમાર હિરાની અને આમિર બંને આ ફિલ્મ માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. આ ફિલ્મને 2026 માં ફ્લોર જવાની શક્યતા છે કારણ કે, રાજકુમાર હિરાની તેમની વેબ સિરીઝ પૂર્ણ કરવામાં બીઝી છે. તે પૂર્ણ થયા પછી જ આમિર સાથેની નવી ફિલ્મ પર 2026 માં કામ શરૂ થશે.


Related Posts

Load more