Related Posts
ભારતમાં રિલીઝ નહીં થાય:
ફિલ્મ ‘સરદાર જી 3’ના કો-પ્રોડ્યુસર ગુનબીર સિંહ સિદ્ધુએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અમારી ફિલ્મ ભારત-પાકિસ્તાન તણાવથી ઘણાં પહેલાં શૂટ થઈ ચૂકી હતી. પણ અમે હાલની સ્થિતિને અને ભારતીય લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં ફિલ્મ રિલીઝ નહીં કરીએ. આ ફિલ્મ ઓવરસીઝ રિલીઝ થશે પણ અમે ભારતમાં રિલીઝ માટે યોગ્ય સમયની રાહ જોઈશું.’
દિલજીત દોસાંઝની કોઈપણ ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ:FWICE
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના અધ્યક્ષ બી. એન. તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘દિલજીત દોસાંઝ અને ‘સરદાર જી 3’ના મેકર્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવા માટે સત્તાવાર નિર્દેશ જાહેર કરાશે. તેમની કોઈપણ ફિલ્મ અથવા પ્રોજેક્ટ ભારતમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમને પૂર્ણ સહયોગ આપશે.’