71st National Film Awards: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક ગણાય છે. ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી આયોજિત કરાતા આ પુરસ્કાર સમારોહમાં દર વર્ષે ભારતીય ફિલ્મ કલાકારોને તેમના અદ્વિતીય કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આજે(23 સપ્ટેમ્બર, 2025)ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયા છે. શાહરૂખ ખાન, રાની મુખર્જીથી લઈને મોહનલાલ સહિતના અનેક દિગ્ગજો પોતાનો પુરસ્કાર લેવા દિલ્હી પહોંચ્યા છે. જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે ભારતીય ફિલ્મ કલાકારોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. 1 ઑગસ્ટ, 2025ના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023ના નામોની જાહેરાત કરાઈ હતી.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને નેશનલ પુરસ્કાર
જાનકી બોડીવાલાને ‘વશ’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
ગુજરાતી ફિલ્મ ‘વશ’ને મળ્યો નેશનલ પુરસ્કાર
‘વશ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ પુરસ્કાર એનાયત કરાયો છે. ગુજરાતના જાણીતા લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને કલ્પેશ સોની પુરસ્કાર સ્વીકાર્યો છે. તેમની ‘વશ’ ફિલ્મની સફળતા બાદ ગુજરાતી ફિલ્મ પરથી બોલીવુડમાં ‘શૈતાન’ નામથી ફિલ્મ બનાવામાં આવી હતી. વશ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જોકે, હાલમાં વશની બીજો પાર્ટ વશ લેવલ 2 પણ રિલીઝ કરાયો છે.

➡️71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ
➡️શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે 'વશ' ફિલ્મ સન્માનિત
➡️નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક સિલ્વર લોટસથી સન્માનિત #NationalFilmAwards@MIB_India@PIB_India#vash #jankibodiwala #vashlevel2 #71stNationalFilmAwards pic.twitter.com/um76FLEdgP
— DD News Gujarati (@DDNewsGujarati) September 23, 2025
શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે પુરસ્કાર
શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. જેને લઈને તેના ચાહકો અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ફિલ્મ ‘જવાન’ એ બોક્સ ઑફિસ પર અનેક રૅકોર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં અસાધારણ કમાણી કરી. શાહરૂખ ખાને આ ફિલ્મમાં ડબલ રોલ ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. તેમના શક્તિશાળી અભિનય, એક્શન અને ભાવનાએ સાબિત કર્યું કે તે ફક્ત રોમાન્સના રાજા જ નથી, પરંતુ એક સુપરસ્ટાર છે જે દરેક ભૂમિકામાં જીવંતતા લાવી શકે છે.

રાની મુખર્જી ને ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે‘ માટે પુરસ્કાર
રાની મુખર્જી ને તેની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે માટે બેસ્ટ અભિનેત્રી નો પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મ માં રાની મુખર્જી એ દમદાર રોલ ભજવ્યો હતો

વિજેતાઓની યાદી
અન્ય ભાષાઓમાં