BRICS સમિટમાં મહેમાનોને પીરસાશે ખાસ વાનગીઓ, જાણો મહેમાનોના શાહી જમણવારમાં કઈ કઈ વાનગીઓ હશે

By: Nation Gujarat Team
11 Sep, 2026

BRICS Summit 2026 Food Menu: આ વર્ષે બ્રિક્સ સમિટનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. 12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં બ્રિક્સ સમિટ યોજાશે. બ્રિક્સ સમિટ માટે દુનિયાભરના દેશોના નેતા અને પ્રતિનિધિ ભારતની મુલાકાતે આવશે ત્યારે તેમના ભોજન માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની પસંદ અને તેમની ડાયટને ધ્યાનમાં રાખીને દેશના શ્રેષ્ઠ શેફ દ્વારા ખાસ જમણવાર પ્લાન કરવામાં આવ્યો છે.

બ્રિક્સ સમિટ 2026 માટે ભારત આવનાર વિદેશી નેતાઓને ભારતની ખાસ વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં સ્વાસ્થ્ય, સ્વાદ અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બ્રિક્સ સમિટ માટે આવનાર મહેમાનોના ભોજનની તૈયારી માટે દેશભરમાંથી એક્સપર્ટ શેફની ટીમ મહેનત કરી રહી છે. બ્રિક્સ સમિટમાં આવનાર નેતાઓ અને પ્રતિનિધિઓની પસંદ-નાપસંદ, તેમની ડાયટ અને એલર્જી સંબંધિત જાણકારીઓ લઈ લેવામાં આવે છે. અને તેને ધ્યાનમાં રાખીને ખાસ મેનૂ તૈયાર કરવામાં આવ્યા છે.

વિદેશી મહેમાનો ચાખશે બાજરો, જુવાર, રાગી

બ્રિક્સ સમિટમાં જે ભોજન પીરસવામાં આવશે તેમાં જુવાર, બાજરો, રાગી જેવા અનાજમાંથી તૈયાર કરેલા ખાસ વ્યંજન પીરસવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે. જેમાં રાગી ડોસા, બાજરાની ઉપમા, કિનુઆ બિરયાની, જુવારનો પોંગલ જેવા વ્યંજનો પીરસવામાં આવશે. મહેમાનોને ડ્રિંક્સમાં ભારતીય પારંપરિક પીણાની સાથે નાળિયેર પાણી, સત્તૂ અને છાશ સર્વ કરવામાં આવશે.

બપોરના ભોજનમાં ગુજરાતી, રાજસ્થાની અને સાઉથ ઈંડિયન થાળી

જાણવા મળતી માહિતી અનુસાર વિદેશી મહેમાનોને બપોરના ભોજનમાં ગુજરાતી, રાજસ્થાની અને સાઉથ ઈંડિયન થાળીનો સ્વાદ ચાખવા મળશે. જેમાં કાશ્મીરી પુલાવ, હૈદરાબાદી બિરયાની, દક્કની તડકા, દક્ષિણ ભારતીય સ્ટ્યૂનો પણ મેનૂમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નોર્થથી સાઉથ સુધીના ભારતીય પકવાનો

મહેમાનો માટે ફૂડના લાઈવ કાઉન્ટર્સ પણ રાખવામાં આવશે. આ સિવાય 2 દિવસની સમિટમાં નોર્થથી સાઉથ સુધીના ભારતીય પકવાનોનો સ્વાદ વિદેશી મહેમાનો ચાખશે. જેમાં હોટલ લીલા તરફથી લીલા અમૃત ડ્રિંક સર્વ કરવામાં આવશે જે ખાસ તુલસી, આદુ, મધ, લીંબુ અને જીરા જેવી સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. આ રીતે બ્રિક્સ સમિટમાં આવનાર રાજનેતાઓ માટે પારંપરિક વાનગીઓને ખાસ અંદાજમાં સર્વ કરવામાં આવશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  nationgujarat તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more