Breaking News : સ્વચ્છ સુરતની પોલ ખૂલી? 8 હજાર સફાઈકર્મીઓને ઝાડુ પણ ન મળતાં રોષ!

By: Nation Gujarat Team
11 Sep, 2026

જ્યારે પણ સ્વચ્છ શહેરની વાત આવે તો સૌથી પહેલું નામ સુરત શહેરનું આવે છે. પરંતુ આ સ્વચ્છ શહેરમાંથી એક એવી વાત સામે આવી છે.જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો. શું આવી છે સ્વચ્છ સુરતની પરિસ્થિતિ. બોલો 11 હજાર કરોડનું બજેટ છે. છતાં સફાઈકર્મીઓને સફાઈ તો કરવી છે પરંતુ ઝાડુનો અભાવ છે. ગોડાઉન ખાલી, સાધનોની અછત જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે, જો સ્વચ્છ સુરતની ઝાડુ વગર આવી સ્થિતિ રહી તો. શું હવે સુરત શહેર ઝાડુ વગર સ્વચ્છ શહેર રહેશે કે, કેમ તે એક પ્રશ્ન છે.

ગંદકીના ઢગલા

સુરત મહાનગરપાલિકામાં છેલ્લા બે મહિનાથી સફાઈના સાધનોની કટોકટી હોવાનો આક્ષેપ છે. સાવરણા, ઊભા ઝાડુ અને બ્રશના અભાવે 8 હજાર સફાઈકર્મીઓ મુશ્કેલીમાં હોવાના દાવા કરાઈ રહ્યા છે, તો કેટલાક કર્મચારીઓ સ્વખર્ચે સાધનો ખરીદવા મજબૂર હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. સાધનોના અભાવે ગંદકીના ઢગલા અંગે ફરિયાદોમાં પણ વધારો થયો છે. સ્ટોકમાં નાયલોન બ્રશ 140, સોફ્ટ સાવરણી 200, હાર્ડ સાવરણી શૂન્ય, સામાન્ય બ્રશ 4344 અને હેન્ડલ 5329 હોવાનું સામે આવ્યું છે. ત્યારે સામાજિક આગેવાને તંત્ર સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવા અને વહેલીતકે સુરતને સ્વચ્છ શહેર બનાવવાની માગ કરી છે.

આક્ષેપો અને માગ વચ્ચે તંત્ર દાવા કરી રહ્યું છે કે, ખરીદીનો ઓર્ડર અપાયો છે, પરંતુ ડિલિવરી હજુ મળી નથી. સાથે જ સાફ-સફાઈ પાછળનું ટેન્ડર અટક્યું હોય તેવી અટકળો છે. ત્યારે સાધનોની અછત કેમ સર્જાઈ અને ઓર્ડરની ડિલિવરી ક્યારે મળશે તે અંગે અસમંજસ સર્જાઈ છે.


Related Posts

Load more