ASIA CUP 2025 – ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે 14 તારીખે મેચ

By: nationgujarat
12 Sep, 2025

ભારત અને પાકિસ્તા વચ્ચે 14 તારીખે એશિય કપ ટુર્નામેન્ટમા રમાશે મેચ. આ મેચ દુબઇમા રમાશે  જેમા બંને ટીમના સ્પિનર મહત્વની ભુમિકા નિભાવશે. પાકિસ્તાન ટીમે પ્રેસ કોન્ફરન્મા કહ્યુ હતુ કે ટીમ ભારત સામે રમવા તૈયાર છે ટીમે દરેક ખિલાડી માટે પ્લાનિગ કર્યુ છે માઇક હસન ટીમના હેડ કોચે પ્રેસને સબોધી હતી જેમા માઇન્ડ ગેમ રમવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યુ કે ટીમ ઇન્ડિયા સારા ફોર્મમા છે તેમને એક મેચ જીતી છે તેઓ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે અમારી ટીમ સારુ પ્રદર્શન કરવા  પર ધ્યાન આપી રહી છે. આ મેચ રોમાચંક બની રહેશે. પાકિસ્તાની કોચે તેમના બોલર પર ભરોસો વ્યકત કર્યો છે. સ્પિનરના ખૂબ વખાણ કર્યા ટીમ પાસે પાંચ સ્પિનર છે ફાસ્ટ બોલરોએ પણ સારુ પ્રદર્શન કર્યુ છે.

એશિયા કપમા સૌની નજર ભારત પાકિસ્તાન સામેની મેચ પર છે.. હાલ તો ટીમ ઇન્ડિયા પણ પાકિસ્તાન સામેની તૈયારી કરી રહ્યુ છે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવી દેશવાસીઓને જીતની ઉજવણી કરવાની તક આપશે તેમ ફેન્સ ઇચ્છી રહ્યા છે.


Related Posts

Load more