શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે ?

By: nationgujarat
18 Apr, 2025

હાલ રાજયમાં ગરમી સતત પડી રહી છે. ગરમીના સમયમાં શરીરમાં પાણી અને સુગર બંનેની માત્ર ઘટી જાય છે . ગરીમીમાં  ડિહાઇડ્રેશન ન થાય તે માટે વધુ પ્રમાણમાં પાણી પીવવાની સલાહ આપણને ડોકટરો આપે છે. બપોરના સમયે બહાર નીકળ્યા હોય તો છાશ ,લસ્સી કે શેરડીનો જ્યુસ પિવાથી થોડી રાહત મળે છે. ગરમીની સિઝનમાં આમ પણ રસ્તામાં તમને શેરીડીનો જ્યુસ સરળતાથી મળી રહે છે. અન્ય કોલડ્રીકંસ પિવા તેનાથી સારુ શેરડીનો રસ પિવો ખોટો નથી. શેરડીના રસમાં એન્ટીઓક્સીડથી ભરપુર હોય છે તેમા ઘણા પોષક તત્વ હોય છે. શેરડીનો રસ શરીર માટે સારો તો છે પણ શું ડાયાબીટીસના દર્દીઓએ રસ પિવો જોઇએ કે નહી જો તમને પણ ડાયાબીટીસ હોય કે તમારા પરિવાર કે મિત્રમા કોઇને હોય અને તેને પણ આ સવાલ થતો હોય તો આ અહેવાલ તેમને ચોક્કસ મોકલી  દેજો.

શેરડીના  જ્યુસમાં મળતા પોષક તત્વો

કેલેરી -180

કાર્બોહાઇડ્રેટસ- 44-50 ગ્રામ

નેચરલ સુગર (સુક્રોજ, ગ્લુકોઝ,ફ્રુટકોઝ)

પ્રોટીન – 0.1 ગ્રામ

ફેટ – 0 ગ્રામ

ફાઇબર – 0 ગ્રામ

કેલ્શિયમ – 30-40 મીલીગ્રામ

મેગ્નેશિયમ – 25 મીલીગ્રામ

પોટેશ્યમ –  270-300 મીલીગ્રામ

આયરન 0.5 મીલીગ્રામ

હવે વાત કે શું ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ પિવો જોઇએ કે નહી

શેરડીનો રસ પોષક તત્વથી ભરપુર હોય છે પરંતુ આ રસમા શુગરનુ પ્રમાણ વઘારે હોય છે એટલા માટે હાઇ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે હાનિકાર મનાય છે. શરેડીના રસમાં ગ્લુકોઝ,ક્રુટકોઝ અને સુક્રોઝ પણ જોવા મળે છે જે પિઘા પછી તરત જ બ્લડ શુગર લેવલ વઘારી દે છે. તબીબોના મતે શેરડીના રસ પિવાથી બલ્ડ સુગર વધી જાય છે જેથી ડાયાબીટીસના દર્દીઓ તેને ન પિવે તો વધુ સારુ. શેરડીના રસમા સુક્રોઝનુ પ્રમાણ વધુ હોય છે જેથી તેનુ જીઆઇ ઇન્ડેકસ વધુ હોય છે. શેરડીનો રસ પાચન શક્તિ માટે અને ઇમ્યુનિટિ માટે સારો માનવામાં આવે છે પરંતુ ડાયાબેટીસના દર્દીઓએ રોજ તેનુ સેવન ન કરવું જોઇએ અને કેટલો રસ કેટલા દિવસ પિવો જોઇએ તે તમારા ડોકટર સાથે પરામર્શ કરવી ખૂબ જ જરૂરી છે.

જે લોકો ગંદા શેરડીના રસનું સેવન કરે છે તેઓ ચેપ અને ફૂડ પોઇઝનિંગનું જોખમ ધરાવે છે. તેથી, નબળા પાચનતંત્ર ધરાવતા લોકો, જેઓ વારંવાર અપચો અથવા ઝાડાથી પીડાય છે, તેમને વારંવાર જ્યુસ ન પીવાની સલાહ આપવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે શેરડીના રસમાં પોલિકોસેનોલ હોય છે. આ સંયોજન શરીરમાં હળવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. મોટી માત્રામાં સંયોજનનું સેવન કરવાથી ચક્કર, અનિદ્રા અને ઝાડા થઈ શકે છે.

 


Related Posts

Load more