દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર: લાખો કરોડની સંપત્તિ રાખ

By: nationgujarat
11 Jan, 2025

દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં આ અઠવાડિયે ભડકેલા દાવાનળે અત્યાર સુધીમાં આશરે એક ડઝન લોકોનો જીવ લઈ લીધો અને હજારો ઈમારતો અને નિવાસને ખાખ કરી કાટમાળમાં બદલી દીધા છે. આ મુશ્કેલીમાં લાખો નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ વિસ્તાર આગથી લપેટમાં આવી ગયો છે. ઓછામાં ઓછા 12 હજાર મકાન, ઈમારતો અને અન્ય સંરચનાઓ બળીને ખાખ થઈ ચુકી છે.  આ દાવાનળના કારણે અત્યાર સુધી 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ચોંકાવનારૂ તથ્ય છે કે, અમેરિકા દુનિયાનો સૌથી અમીર અને તાકાતવર દેશ છે. પરંતુ, હાલ તે આગની સામે લાચાર થઈ ગયો છે.

અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી તબાહી

માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી ભીષણ અગ્નિકાંડ છે. અમેરિકાને કોઈપણ અગ્નિકાંડમાં આટલું મોટું નુકસાન આજ સુધી નથી થયું. નુકસાનની નાણાંકીય અસર હજુ સુધી સ્પષ્ટ નથી. હવામાનના ડેટા ઉપલબ્ધ કરાવનાર ખાનગી કંપની ‘AccuWeather’ દ્વારા આશરે 150 બિલિયન ડોલર સુધીના નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો ભારતીય ચલણમાં વાત કરીએ તો આ નુકસાન આશરે 129 લાખ કરોડ રૂપિયા (150 બિલિયન ડોલર) છે. જોકે, સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનું કોઈ અનુમાન નથી આપ્યું.


Related Posts

Load more