વડતાલધામમાં કરોડોના ખર્ચે આકાર લઇ રહેલ અક્ષર ભુવનની ટ્રસ્ટીબોર્ડે મુલાકાત લીધીબોર્ડની સાથે પૂ.લાલજી મહારાજ, સંતો તથા હરિભક્તો પણ જોડાયા
વડતાલ ધામ – શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભપ્રસાદદાસજી, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો.સંતવલ્લભદાસજીસ્વામી, મુખ્યકોઠારી દેવપ્રકાશસ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્ય તેજસભાઇ પટેલ (પીપળાવ) અલ્પિતભાઇ પટેલ (બરોડા) અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો બ્રહ્મસ્વરૂપસ્વામી, અખંડ ભંજનાદિ શ્રીવલ્લભસ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા અગ્રણી હરિભક્તો ગોવિંદભાઇ ઠક્કર (તારાપુર) અશ્વિનભાઇ કા.પટેલ (વીરસદ) અને ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) નાઓએ અક્ષર ભુવનની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના ગુલાબી આરસમાંથી તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની કામગીરી નિહાળી પૂ.લાલજી મહારાજ, ટ્રસ્ટી બર્ડના સભ્યો તથા સંતો હરિભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ચેરમેન ડો.સંતસ્વામીએ અક્ષરભુવનનું નિર્માણ કરી રહેલા કારીગરોને આર્શીવચન પાઠવ્યા હતા. ત્યારે હુ કારીગરો સંતોના આર્શીવાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામસ્વામીએ કર્યું હતું