અમદાવાદ: બોડકદેવ-સેટેલાઇટની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયા

By: Nation Gujarat Team
27 Oct, 2026

Ahmedabad School Bomb Threat: અમદાવાદ શહેરના સેટેલાઇટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળ્યોછે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ઈમેઈલ પર અજાણ્યા ઈસમ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેઈલ ધ્યાન પર આવતાં જ શાળા સંચાલકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી.

વાલીઓ બાળકોને લેવા માટે સ્કૂલ પહોંચ્યા

ધમકીભર્યા ઈમેઈલ મળ્યાની સાથે જ શાળા પ્રશાસન દ્વારા તકેદારીના પગલારૂપે તમામ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્કૂલ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓની વહેલી રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓને તાકીદે મેસેજ તથા ફોન કરીને બાળકોને સુરક્ષિત ઘરે લઈ જવા માટે સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ શાળાઓના પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને કોર્ડન કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 21મી નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score