અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલ માટે તૈયાર થઈ જાઓ

By: Nation Gujarat Team
12 Dec, 2025

અમદાવાદીઓ માટે સૌથી જાણીતો અને લોકો માટે પ્રખ્યાત એવા કાંકરિયા કાર્નિવલ 2025ની 25 ડિસેમ્બરથી શરૂઆત થવા જઈ રહી છે. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ચાલુ વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ટ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે.

સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો જેમાં 25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા, 26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ, 27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે.

જ્યારે 29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો, 30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી અને 31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.

ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમો AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે. AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રે 10 વાગ્યે ડ્રોન શો થશે.

મહિલાઓ-બાળકો માટે અલગ અલગ સેશન અને કાર્યક્રમો 26 ડિસેમ્બરથી ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે વધુમાં દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલ ઉદ્ધાટનની સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેનાથી લોકોને સુખ સુવિધામાં વધારો થશે.


Related Posts

Load more