અંબાજી મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષ દરમિયાન ભક્તોએ 247.45 ગ્રામ સોનું અર્પણ કર્યું

By: Nation Gujarat Team
11 Nov, 2026

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પવિત્ર પર્વ દરમિયાન ભક્તો દ્વારા સોનાની કિંમતી ભેટ અર્પણ કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભાઈબીજ સુધીમાં ભક્તોએ માતાજીના ચરણોમાં સોનાના દાગીના સહિત અંદાજે 247.45 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. આ સોનાની અંદાજિત કિંમત રૂપિયા 33.80 લાખ થાય છે.

ભક્તોએ 47.15 ગ્રામ સોનાની ભેટ અર્પણ કરી

દિવાળી અને નૂતન વર્ષના પર્વ દરમિયાન ભક્તો દ્વારા માતાજીને અંદાજે 47.15 ગ્રામ સોનાની ભેટ અર્પણ કરવામાં આવી છે. સોનાના દાગીના સહિત કુલ 247.45 ગ્રામ સોનું મળ્યાનો અંદાજ છે. અનેક માઈભક્તો પોતાની ઓળખ ગુપ્ત રાખીને પણ માં અંબાના ચરણોમાં સોનાની ભેટ અર્પણ કરી રહ્યા છે.

ચેન્નઈના ભક્તે અર્પણ કર્યો સોનાનો નવલખો હાર

આ પર્વ દરમિયાન ચેન્નઈના એક માઈભક્તે માતાજીને સોનાનો નવલખો હાર અર્પણ કર્યો છે. અંદાજે 200 ગ્રામ વજન ધરાવતા આ હારની કિંમત રૂપિયા 26.91 લાખ હોવાનું જણાવાયું છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score