કુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ૨૫૧ કીલો શાકનો મનોરથ ધરાવવામાં આવ્યો.

By: nationgujarat
24 Dec, 2025

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા કંથકોટમાં જે લીલા કરી હતી તેની સ્મૃતિ કરાવવામાં આવી.- સાધુ પ્રેમવત્સલદાસજી

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર – અમદાવાદ ખાતે ધનુર્માસ દરમ્યાન નિત્ય સવારે ૬ – ૦૦ થી ૭ – ૦૦ સુધી ધૂન – ભજન કરવામાં આવે છે અને ત્યારબાદ સત્સંગ સભામાં સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલાચરિત્રોનું નિત્ય ગાન કરે છે. આ કથામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૦ વર્ષ પૂર્વે કચ્છમાં આવેલા કંથકોટ ગામમાં કચરા ભગતના ઘરે શાકની દુકાને બેસીને શાક વેચ્યું હતું એ લીલા આવી હતી. ત્યારબાદ એ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થાય તે માટે ર૫૧ કીલો શાકમાંથી ૫૧ ટોપલી ભરીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ધરાવવામાં આવી હતી. જેનો દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

આ શાકનો મનોરથ ધરવવા પાછળનો એક બીજો હેતુ પણ હતો કે, અમારા કુમકુમ મંદિરમાં શારદાબેન પટેલને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમણે તેમના પુત્રોને બીજી કોઈ પ્રકારની ઉજવણી કરવાની ના પાડી અને તે ઉજવણી ભગવાન પાસે કરવાનું કીધું હતું. તેથી આ રીતે ભગવાનની સમક્ષ વિવિધ પ્રકારના શાકનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. ખરેખર, આ રીતે શતાબ્દીની ઉજવણી કરવી સૌના માટે પ્રેરણાદાયી છે.


Related Posts

Load more