સ્વામિનારાયણ ગાદી ટેક્નો સ્કુલના બાળકો રમત ગમત ક્ષેત્રે કુશળ બને તે માટે પ્લે એરિયાનું સંતોના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું.

By: nationgujarat
04 Jan, 2025

સ્વામિનારાયણ ની દરેક સંસ્થા બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે હમેંશા પ્રયત્નશિલ હોય છે બાળકો માત્ર ભણવામા જ નહી પરંતુ રમત ગમત, કોમ્પયુટર સહિત અન્ય કૌશલ્ય પણ નિખરે તેવો દરેક સંસ્થા પ્રયાસ કરે છે એવો જ એક પ્રયાસ મણિનગર વિસ્તારમાં આવેલ મણિનગર ગાદી સંસ્થાની શાળા સ્વામિનારાયણ ગાદી ટેક્નો સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે. આ શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરતા જ હોય છે સાથે સાથે સંતો  દ્વારા પણ બાળકો માત્ર પુસ્તકીયુ જ્ઞાન ન મેળવે અને દરેક સ્કીલમાં આગળ રહે તે માટે ખાસ માર્ગદર્શન પુરુ પાડવામાં આવતુ હોય છે. શાળામા અભ્યાસ કરતા બાળકો રમત ગમત ક્ષેત્ર આગળ વધે તે માટે પ્લે એરિયાનું  સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લે એરિયામાં ક્રિકેટ,ફુટબોલ,વોલીબોલ,બાસ્કેટબોલ,ટેનિસ, બેડમિન્ટન સહિતની રમતો બાળકો રમી શકશે.આજના સમયમા ઘણી શાળા એવી છે કે જેમા બાળકોને રમત ગમત ક્ષેત્રની સુવિધા મળતી નથી અને વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે તેમની સ્કીલ નિખારવાની તક મળતી નથી હોતી પરંતુ મણિનગર વિસ્તારમા આવેલ સ્વામિનારય ગાદી સંસ્થામાં બાળકો અભ્યાસની સાથે દરેક ક્ષેત્રે આગળ રહે તેવો પ્રયાસ ક્ષિક્ષકોની સાથે સંતો પણ કરે છે.


Related Posts

Load more