આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર હતું પાટીદાર આંદોલન’, ઉદ્યોગપતિ કરસન પટેલનું સ્ફોટક નિવેદન

By: nationgujarat
06 Jan, 2025

Karsan Patel’s Controversial Statement : પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા રવિવારે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપની માલિક કરસન પટેલે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટોફક નિવેદનમાં આપતાં કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. તેમના આ નિવેદન બાદ ભરશિયાળે રાજકીય માહોલ ગરમાયો છે.

આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે પાટલ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ખોડાભા હોલ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના આગેવનો તથા જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ તેમણે સ્ટોફક નિવેદન આપતાં કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું. લેઉવા પાટીદાર સમાજને દીકરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરી અને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે.

આંદોલનમાં કશું મળ્યું નહી

પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત કોઇ દિવસ હાથ લંબાવે નહી, તે હંમેશા કંઇ ને કંઇ આપે. આપણા ત્યાં આંદોલન થયું તે આંદોલન કરનારા પાટીદાર જ હતા. આંદોલનમાં કશું મળ્યું નહી, આપણા પાટીદાર યુવાનોએ શહીદી વ્હોરી. ખરેખર આ આંદોલન હતું કે પછી કોઇને કાઢવા માટેનું કાવતરું હતું, કારણ કે પટેલો પટેલોને જ કાઢે એ શક્ય નથી. આ એક સંશોધનનો વિષય છે.


Related Posts

Load more