ગુજરાત કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ! કેમ લેવાયો ઓચિંતા આ નિર્ણય, કોને કોને ઘરભેગા કરાયા જુઓ લિસ્ટ

By: Nation Gujarat Team
04 Nov, 2026
અમદાવાદ: ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરિક શિસ્તભંગ સામે હાઈકમાન્ડે લાલ આંખ કરીને એક સાથે 49 જેટલા હોદ્દેદારોને પદ પરથી સસ્પેન્ડ કરી દેતાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિલ્હી ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન અને કૂચમાં કોઈ વ્યાજબી કારણ વગર ગેરહાજર રહેનારા સ્ટેટ સેક્રેટરી તેમજ 24 જેટલા જિલ્લા પ્રમુખો સામે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) દ્વારા આ આકરી સજાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આ કડક નિર્ણયથી યુથ કોંગ્રેસના સ્થાનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
દિલ્હીમાં આયોજીત રેલીમાં ઉપસ્થિત રહેવા સૂચનાઓ મળી હતી
મળતી માહિતી અનુસાર, દિલ્હી ખાતે 1 નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના મુદ્દે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે એક વિશાળ વિરોધ કાર્યક્રમ અને કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશભરમાંથી યુથ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસના મહત્ત્વના હોદ્દેદારો ગેરહાજર રહ્યાં હતા

જોકે, ગુજરાત યુથ કોંગ્રેસના કેટલાક મહત્વના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખો કોઈ પણ યોગ્ય કે પૂર્વ મંજૂરી વગર આ દિલ્હી યાત્રામાં ગેરહાજર રહ્યા હતા. હાઈકમાન્ડ દ્વારા આ ગેરહાજરીને ગંભીર શિસ્તભંગ ગણવામાં આવી હતી. પક્ષના મહત્વના કાર્યક્રમ પ્રત્યે નિષ્ક્રિયતા દાખવનારા નેતાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
24 યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સહિત કુલ 49 હોદ્દેદારો સસ્પેન્ડ

ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, આ કાર્યવાહીમાં 24 યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખો સહિત કુલ 49 હોદ્દેદારોને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ નેતાઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી પક્ષના તમામ હોદ્દાઓ પરથી દૂર રાખવામાં આવશે.
યુવા પાંખ સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં યુવા પાંખ સામે કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી ગણાવાઈ રહી છે. રાહુલ ગાંધીના આહ્વાન છતાં ગેરહાજર રહેનારા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે કે પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત યુથ કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
નામ હોદ્દો
ગૌરાંગ મકવાણા જનરલ સેક્રેટરી ઓપન
યશરાજ ગોહેલ જનરલ સેક્રેટરી ઓપન
મો. ઇરફાન શેખ જનરલ સેક્રેટરી ઓપન
જય પટેલ જનરલ સેક્રેટરી ઓપન
અદનાન તુરાક જનરલ સેક્રેટરી ઓપન
જયસિંહ રાઠોડ જનરલ સેક્રેટરી ઓપન
આકાશ પરમાર જનરલ સેક્રેટરી ઓપન
રિયાઝ શેખ જનરલ સેક્રેટરી ઓપન
વિવેકકુમાર પાંડી જનરલ સેક્રેટરી ઓપન
શર્વિલસિંહ રાઠોડ જનરલ સેક્રેટરી ઓપન
ચિરાગ રાજુ જનરલ સેક્રેટરી ઓપન
ગૌરાંગ રાઠોડ જનરલ સેક્રેટરી ઓપન
મનસુખભાઈ કોડારિયા જનરલ સેક્રેટરી ઓબીસી
પ્રકાશ દેસાઈ જનરલ સેક્રેટરી ઓબીસી
જયેશ કરમટા જનરલ સેક્રેટરી ઓબીસી
ભૈરવ ભારિયા જનરલ સેક્રેટરી એસસી/એસટી
પૃથ્વીરાજસિંહ વલવી જનરલ સેક્રેટરી એસસી/એસટી
માઝ ખાન તાલુકદાર જનરલ સેક્રેટરી લઘુમતી
આદિત્યસિંહ ગોહિલ રાજ્ય સચિવ (EC)
યશપાલસિંહ પરમાર રાજ્ય સચિવ (EC)
ચિરાગજીત જોષી રાજ્ય સચિવ (EC)
બંસીકુમાર સાવલિયા રાજ્ય સચિવ (EC)
શક્તિપાલસિંહ ચુકાસમા રાજ્ય સચિવ (EC)
અવધ પટેલ રાજ્ય સચિવ (EC)
સુરેશકુમાર સોલંકી રાજ્ય સચિવ (EC)
હાર્દિકસિંહ ધામા રાજ્ય સચિવ (EC)
હિતેશ સોલંકી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ
રવિ બ્રહ્મભટ્ટ અમરેલી જિલ્લા પ્રમુખ
આશુતોષ રાઠોડ અરવલ્લી જિલ્લા પ્રમુખ
રત્નસિંહ પારગી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ
વિપુલ વસાવા ભરૂચ જિલ્લા પ્રમુખ
તુષાર કામડી ડાંગ જિલ્લા પ્રમુખ
યુવરાજસિંહ વાઘેર દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ
શિવનાથસિંહ રાઠોડ ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ
નવઘણભાઈ ડાભી ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ
આતિશભાઈ કડભીત ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ
માંકસિંહ શમા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ
મિહિર મહેતા જૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ
સાકિબ પરમાર મહીસાગર જિલ્લા પ્રમુખ
મોહમ્મદ તંજીમ સૈયદ મહેસાણા જિલ્લા પ્રમુખ
શિવકુમાર પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ
પુરવ તલાવિયા નવસારી જિલ્લા પ્રમુખ
માઇકલ જોશેક પંચમહાલ જિલ્લા પ્રમુખ
કિરણ પરમાર પાટણ જિલ્લા પ્રમુખ
અજય મેહતા પોરબંદર જિલ્લા પ્રમુખ
ભાગ્યરાજસિંહ વાળા રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ
કલ્પેશકુમાર ભગોરા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ
બાબુભાઈ પરમાર સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ
પવન ગુપ્તા વડોદરા શહેર જિલ્લા પ્રમુખ

Related Posts

Load more
Follow Us

Live Cricket Score